દામનગરમાં નવા વર્ષમાં તંત્ર ભુરખિયા રોડ પર ડીવાઈડર બનાવે.. - At This Time

દામનગરમાં નવા વર્ષમાં તંત્ર ભુરખિયા રોડ પર ડીવાઈડર બનાવે..


દામનગરમાં નવા વર્ષમાં તંત્ર ભુરખિયા રોડ પર ડીવાઈડર બનાવે..સ્થાનિક સત્તાધીશો રસ લેશે..!? કે અકસ્માત ભલે થાય..!! સરકારી - સામાજીક કે રાજકીય કાર્યક્રમોમાં જ્યારે સત્તામાં રહેલા પદાધિકારીઓ કે કોઈ સેવા માટે ચૂંટાયેલા પ્રતિનિધિઓ આવે ત્યારે તો જાણે કે બંદોબસ્ત વચ્ચે રાહ જોવાતી હોય અને આવે ત્યારે તો સામાન્ય પબ્લિક ને આ માર્ગો પર થી પસાર થવું મુશ્કેલ બની જાય છે.પબ્લિક માટે સુવિધા બને અધૂરી..આ તસવીરો દામનગરની છે, ભુરખિયા ચોકડી થી લાઠી તરફ ના માર્ગ ફાટક સુધી સ્ટ્રીટ લાઈટો છે,પરંતુ ડીવાઈડર ન હોવાથી છાશવારે નાના - મોટા અકસ્માતો સર્જાય છે ને તંત્ર મુક બનીને જોતું રહે છે.સ્ટ્રીટ લાઈટો નગરપાલિકાએ મુકેલી છે જ્યારે આ માર્ગ અમરેલી જિલ્લા પંચાયત હસ્તકનો હોય ત્વરિત ડીવાઈડર બનાવવામાં આવે એવી માંગ ઉઠી છે.તંત્રએ વાહન ચાલકો અને રાહદારીઓની સલામતી માટે તત્પર રહેવું જોઈએ એવી લાગણી છે. ( અતુલ શુક્લ.)


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.