અરવલ્લી જિલ્લાના શહેરી તેમજ ગ્રામ્ય વિસ્તારોમાં કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ જળવાઈ રહે તે સારુ અરવલ્લી જિલ્લા અધિક મેજિસ્ટ્રેટશ્રી, જિલ્લા મેજિસ્ટ્રેટની કચેરી, અરવલ્લી દ્વારા હથિયારબંધી અંગેનું જાહેરનામું પ્રસિદ્ધ કરવામાં આવ્યું.
અરવલ્લી જિલ્લાના શહેરી તેમજ ગ્રામ્ય વિસ્તારોમાં કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ જળવાઈ રહે તે સારુ સાવચેતીનાં પગલાંરૂપે ગુજરાત પોલીસ અધિનિયમ, ૧૯૫૧ (સને ૧૯૫૧ ના ૨૨ મા) ની કલમ - ૩૭ (૧) મુજબનું હથિયારબંધી અંગેનું જાહેરનામું બહાર પાડવા પોલીસ અધિક્ષકશ્રી, અરવલ્લી – મોડાસાએ આમુખના પત્રથી દરખાસ્ત કરી છે. જે વાજબી જણાય છે. જે પરત્વે નીચે મુજબ હુકમ કરવો જરૂરી જણાય છે.
વાસ્તે, હું એન. ડી. પરમાર (જી.એ.એસ.), અધિક જિલ્લા મેજિસ્ટ્રેટ, જિલ્લા મેજિસ્ટ્રેટની કચેરી, અરવલ્લી જિલ્લો, મોડાસા ગુજરાત પોલીસ અધિનિયમ, ૧૯૫૧ ની કલમ – ૩૭ (૧) થી મને મળેલ સત્તાની રૂએ આથી અરવલ્લી જિલ્લાના સમગ્ર વિસ્તારમાં તા. ૨૫/૧૧/૨૦૨૩ ના કલાક ૦૦.૦૦ થી તા. ૦૯/૧૨/૨૦૨૩ ના કલાક ૨૪.૦૦ સુધી અમલમાં રહે તે રીતે સમગ્ર જિલ્લામાં નીચેના કૃત્યોની મનાઈ ફરમાવું છું.
જેમાં શારીરીક ઇજા પહોચાડવા અંગે ઉપયોગમાં લઇ શકે તેવા શસ્ત્રો જેવાકે દંડા, તલવાર, ભાલા,બંદુક, ચપ્પું, લાકડી કે લાઠી કે તેવી બીજી કોઇ વસ્તુઓ લઇ જવા અંગે અથવા સાથે લઇને ફરવુ નહી, કોઇ જલદી સળગી ઉઠે તેવી વસ્તુઓ સ્ફોટક પદાર્થો લઇ જવા-ફરવા નહી,પથ્થરો કે બીજા હથીયારો ફેકવા કે નાંખવાના યંત્રો કે સાધનો લઇ જવા કે તૈયાર કરવા નહી, સળગતી કે પેટાવેલી મશાલ સરઘસમાં લઇ જવી નહી, વ્યકિતઓ અથવા તેના તેના શબ, આકૃતિઓ કે આકાર અથવા પુતળા દેખાડવા નહી, લોકોએ બુમ પાડવા, ગીતો ગાવા કે વાધ્ય વગાડવા નહી, અપમાન કરવાના અથવા જાહેર કરવાના ઇરાદાથી બિભત્સ સુત્રો પોકારવા નહી કે જેનાથી સુરૂચિ અથવા નીતીનો ભંગ થાય તેવું ભાષણ કરવાનું તથા હાવભાવ તથા ચેષ્ટા કરવાનુ તથા પત્રો, પત્રિકાઓ, પ્લેકાર્ડો, ચિત્રો, નિશાનીઓ દેખાડવાનું અથવા ફેલાવો કરવવાનુ કે સાથે રાખીને ફરવુ નહી.
જિલ્લા મેજીસ્ટ્રેટશ્રી, અધિક જિલ્લા મેજીસ્ટ્રેટશ્રી, સબ ડીવીઝનલ મેજીસ્ટ્રેટશ્રી, એકઝીકયુટીવ મેજીસ્ટ્રેટશ્રી, અથવા અધિકૃત કરેલા કોઇપણ અધિકારીશ્રીઓ, શારીરિક અશકિતના કારણે લાકડી કે લાઠી રાખતા
વૃધ્ધ વ્યકિત તથા હથિયારના પરવાના ધારકો હથિયાર પ્રદર્શિત ન થાય તેમ ધારણ કરનાર, સરકારી નોકરી કે કામ કરતી વ્યકિતઓ કે જેના ઉપરની અધિકારીએ હથિયાર લઇ જવાનુ ફરમાવ્યુ હોય અથવા આવુ કોઇ હથિયાર ફરજ ઉપર સાથે રાખવાનુ આવશ્યક હોય, કોઇ ધાર્મિક તહેવારની ઉજવણી માટે આ જાહેનામામાં ઉલ્લેખ કરેલ તે પૈકીના હથિયાર ધાર્મિક રીવાજોને અનેરૂપ ઉપયોગ કરવા માટે અને જિલ્લા પોલીસ અધિકારીશ્રી અથવા તે વિસ્તારના સબ ડીવીઝનલ મેજીસ્ટ્રેટશ્રી, એકઝીકયુટીવ મેજીસ્ટ્રેટશ્રીએ અગાઉથી લેખીતમાં મંજૂરી આપી હોય
તેવી સંસ્થા કે વ્યકિતઓ, ખેતીના કામે ઓજારો લઇ જતા ખેડૂતો, સરકારશ્રીના સરકારી કાર્યક્રમમાં
અધિકૃત વ્યકિતઓ, કોઇ પણ અંતિમયાત્રાને, લગ્નના વરઘોડામાં વરરાજાને લાગુ પડશે નહી.
આ જાહેરનામાનો ભંગ કરનાર અથવા ઉલ્લઘન કરનાર અથવા કરાવનાર શખ્સ ગુજરાત પોલીસ અધિનિયમની કલમ-૧૩૫ (૧) હેઠળ તેમજ ભારતના ફોજદારી અધિનિયમ-૧૮૬૦ ના ૪૫ મા અધિનિયમની કલમ-૧૮૮ હેઠળ શિક્ષાને પાત્ર થશે.
જીતેન્દ્ર ભાટીયા,9429180079.
મોડાસા, અરવલ્લી.
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.