ધંધુકામાં ગુજરાતનો સૌથી મોટો તુલસી વિવાહ મહોત્સવ યોજાશે - At This Time

ધંધુકામાં ગુજરાતનો સૌથી મોટો તુલસી વિવાહ મહોત્સવ યોજાશે


ધંધુકામાં ગુજરાતનો સૌથી મોટો તુલસી વિવાહ મહોત્સવ યોજાશે

આ મહોત્સવમાં પચ્છમધામથી 1008 ફેરવ્હીલ ગાડી સાથે ઠાકોરજીની જાન આવશે જેનો વલ્ડ રેકોડ થશે

અમદાવાદ જીલ્લા ના ધંધુકા નગરમાં દર્શન માટેના 15 સ્થળો નક્કી કરવામાં આવ્યા છે અને આ 15 સ્થળનું નામ વીરગતિ પ્રાપ્ત કરનાર સૈનિકોના નામ ઉપર રાખવામાં આવ્યા છે

અમદાવાદ જીલ્લાના ધંધુકામાં જનકપુરી હિંદવા હોટેલની બાજુમાં બગોદરા હાઈવે રોડ ઉપર ભવ્ય તુલસી વિવાહ અને સનાતન ધર્મ સર્વસમાજના 111 દિકરીઓના તૃતીય સમુહ લગ્નોત્સવનું ભવ્ય આયોજન કરવામાં આવ્યુ છે. આ તુલસી વિવાહ ગુજરાતનો સૌથી મોટો થશે. તેમા ઠાકોરજી ભગવાનની ભવ્ય જાન 1008 ફોરવ્હીલમાં દાદાબાપુધામ પચ્છમ થી ધંધુકા જનકપુરી ધામ ખાતે પધારશે આ ઠાકોરજીની જાનનો વલ્ડ રેકોડ થવાનો છે.

આસ્થા ફાઉન્ડેશન ફાઉન્ડર ઉપેન્દ્રસિંહ ચાવડા દ્વારા તારીખ 24/11/2023 ના રોજ માં, બાપ વગરની 111 દીકરીઓના સમૂહ લગ્ન મહોત્સવનું આયોજન જનકપુરી ધંધુકા ખાતે કરવામાં આવ્યુ છે. સાથે સાથે સમગ્ર ભાલપંથક અને ધંધુકાનગરના ઇતિહાસમાં સૌપ્રથમવાર ગુજરાતનો સૌથી મોટો તુલસીવિવાહ મહોત્સવનું આયોજન તારીખ 23/11/23 ના રોજ કરવામાં આવ્યુ છે. આ તુલસી વિવાહમાં ઠાકોરજીની જાન દાદાબાપુ ધામ પચ્છમ થી વીરભૂષણ વિજયસિંહ બાપુ 1008 ગાડી ના વિશાળ કાફલા સાથે ધંધુકા આવશે.આ જાનનો વર્લ્ડ રેકોર્ડ થવાનો છે ત્યારે આ ઠાકોરજીની જાન દાદાબાપુ ધામ પચ્છમથી નીકળી રસ્તામાં આવતા ગામડાઓ પચ્છમ, ગાફ,ઉમરગઢ, રોજકા અને ત્યાંથી ધંધુકા નગરમાં કોલેજ રોડ ઉપર આવેલા માર્કેટિંગ યાર્ડ વાળા રસ્તે હાઈવે થી તા. 23/11/ 2023 ના રોજ બપોરે 1:00 વાગ્યે નગર પ્રવેશ કરશે. આ જાન જ્યારે આવે ત્યારે ઠાકોરજી વરરાજા ના સ્વરૂપે ધંધુકા નગરમાં ધંધુકા માર્કેટયાર્ડથી કોલેજ અને કોલેજથી પુનિત મહારાજનું સ્ટેચ્યુ ત્યાંથી ડો. બાબા સાહેબ આંબેડકરનું સ્ટેચ્યુ ત્યાંથી અવાડાચોક અને ત્યાંથી મોટીશાકમાર્કેટ સુધી નગરમાં પરીભ્રમણ કરશે. આ પરિભ્રમણમાં ઠાકોરજી વરરાજાના સ્વરૂપે રથ સાથે જુદા જુદા ક્ષેત્રના નિષ્ણાંતો પદ્મશ્રીઓ, વૈજ્ઞાનિકો, કેળવણીકરો, ચિત્રકારો, ભજનિકો,લેખકો, સાહિત્યકારો અને સાત રાજવી પરિવારના મહારાજાઓ અને 55 સંતો મહામંડલેશ્વરો તેમજ આર્મીના નિવૃત લશ્કરના 108 જવાનો પરેડ સાથે આ ઠાકોરજીની જાનમાં નગર પરિભ્રમણમાં જોડાશે. સાથે સાથે સાંસ્કૃતિક અને આધ્યાત્મિક પ્રદર્શની 12 ઝાંખી એટલે કે ટેબલો આ નગર પરિભ્રમણમાં હશે. આ નગર પરિભ્રમણમાં ધંધુકાનગરમાં દર્શન માટેના 15 પોઈન્ટ(સ્થળો) નક્કી કરવામાં આવ્યા છે અને આ 15 પોઈન્ટનું નામ વીરગતિ પ્રાપ્ત કરનાર બલિદાનની સૈનિકો ના નામ ઉપર રાખવામાં આવ્યા છે જે એક વિશેષ આકર્ષણનું કેન્દ્ર બની રહેશે. જે જે પોઇન્ટ ઉપર વીર શહીદ સૈનિકનું નામ આપવામાં આવ્યુ છે એ એરિયાના ધર્મપ્રેમીજનો રોજ સાંજે આ બોર્ડ ઉપર મુકેલા શહીદ વીરના ફોટા પાસે આરતી વંદના નો કાર્યક્રમ કરવામાં આવે છે. આ ઠાકોરજીની જાનમાં વધારેમાં વધારે ભક્તજનો જોડાઈ અને ઠાકોરજીના દર્શનનો લાભ લે તે માટે સમગ્ર ધંધુકા શહેરમાં દરેક ધર્મપ્રેમી જનતા અને અઢારેય વર્ણના સમાજની બેઠકોનો દોર શરૂ છે આ ઠાકોરજીની ભવ્ય જાન આવે છે તેનું મુખ્ય સંકલન અને મુખ્ય વ્યવસ્થાની જવાબદારી પ્રવિણસિંહ ગોહિલની છે અને ધંધુકામાં જાનનુ પરિભ્રમણ કરશે તેના સંયોજક ની જવાબદારી એન.એમ.પટેલની રહેશે.

રીપોર્ટર સી કે બારડ
મો : 7600780700


+917600780700
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.