રસ્તામાં પડેલી નડતરરૂપ પાઇપો ગાંધી મંદિર પાસે મૂકી દીધી
પાટનગરમાં મહાપાલિકાના અસ્તિત્વ બાદ નાગરિકોને હાલાકીનો જ સામનો કરવો પડી રહ્યો છે. સત્તાધિશો અને અધિકારીઓ જાડી ચામડીના બની ગયા છે. જાણે નાગરિકોની રજૂઆતો તેમના બહેરા કાન સુધી પહોંચતી જ નથી. બહુમતિ સાથે સત્તામાં આવેલી ભાજપના સત્તાધિશો પણ સત્તાના નશામાં ચૂર જોવા મળી રહ્યા છે. ત્યારે શહેરમાં કામ કર્યા પછી વધેલી પાઇપ મુકી રાખવામાં આવી હતી, જેને લઇને નાગરિકોને નડતર થઇ રહી હતી. આપના કોર્પોરેટર પાઇપોને મહાત્મા મંદિર પાસે મુકી આવ્યા હતા.
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.