પાંચ વર્ષમાં મનપા વિસ્તારના 726 સિનિયર સિટીઝનને ઘરે તબીબી સારવારનો લાભ અપાયો
ગત વર્ષ-2018માં વયસ્ક વ્યક્તિની તબીબી સેવા અર્થે ગૃહ મુલાકાતનો પ્રોજેક્ટ શરૂ કરવામાં આવ્યો છે. જોકે છેલ્લા પાંચ વર્ષમાં સારવાર લેનાર વયસ્કોની સંખ્યામાં વધારો થવા પામ્યો છે. છેલ્લા પાંચ વર્ષમાં 726 સિનિયર સિટીઝને ઘરે સારવારનો લાભ લીધો છે. ઘરે સારવાર લેનાર સિનિયર સિટીઝનોની સંખ્યા વધવા છતાં રાજ્ય સરકારે રૂપિયા 27 લાખની ગ્રાન્ટમાંથી કાપ કરીને 8. 77 લાખ કરી નાંખી છે. આથી અંદાજે 73 ટકાનો કાપ મુકવામાં આવ્યો છે.
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.