વિછીયા તાલુકાના દડલી ગામે શેઢાના ખુંટા બાબતે મારામારી થતા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઇ - At This Time

વિછીયા તાલુકાના દડલી ગામે શેઢાના ખુંટા બાબતે મારામારી થતા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઇ


વિછીયા તાલુકાના દડલી ગામની સીમમા સીમ શાળા પાસે રહેતા રમેશભાઈ રણછોડભાઈ સોલંકી ઉમર વર્ષ 45 ધંધો ખેતી જે વિછીયા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવેલ કે તેમનો દીકરો અશ્વિન તેમના પત્ની કંકુબેન ત્રણેય લોકો મગફળી વીણવાના કામે ગયેલા હતા ત્યારે તેમના પડામાં કામ કરતા બાજુમાં તેમના ભાઈને હરજીભાઈ ની જમીન આવેલ તેના પડામાં ફરિયાદીના ભાભી ભાવુબેન અને ભત્રીજી શીતલબેન અને એક મજૂર ભોળાભાઈ રબારી ના પત્ની હતા. ત્યારબાદ પાંચેક વાગ્યાના અરસામાં ફરિયાદીના શેઢે ખૂટ પથ્થર ખોડેલ અને જે નીકળી ગયેલ હોય ત્યારે ફરિયાદી નો દીકરો અશ્વિન ફરિયાદીના ભાભી ભાવુ બેન ને પૂછતો કે શેઢા નો ખૂટ કોણે કાઢી નાખ્યો ત્યારે ફરિયાદીના ભાભી ભાવુ બેન અને તેની દીકરી શીતલ જેમતેમ બોલવા લાગેલ અને ગાળો બોલવા લાગેલ જેથી ફરિયાદી તેના દીકરાને બોલવાની ના પાડતા બંને તે બાજુ જઈને ફરિયાદીના દીકરાને બોલવાની ના પાડતા તે દરમિયાન ફરિયાદીના ભાઈ હરજીભાઈ તેના પડામાંથી હાથમાં દાતરડું લઈ આવેલ ફરિયાદીને દીકરાને મારવા જતા રમેશભાઈના પત્ની વચ્ચે પડતા તેને ઝાપટ મારી દીધેલ અને ફરિયાદીના દીકરા અશ્વિન ને પકડીને જાપટો મારવા લાગેલ અને ફરિયાદીના ભાભી ભાવુબેન અને શીતલબેન બંને ઢીકા અને જાપટો મારવા લાગતા દરમિયાન હરજીભાઈ ફરિયાદીને ફરિયાદીના ઉપલા હોઠ ઉપર દાતરડું મારી દેતા શીરો પડી ગયેલ અને તેમના મોટાભાઈ હીરાભાઈ તેના પડામાં હતા ત્યારે પાવડો હાથમાં લઈને ફરિયાદીના પડામાં આવતા તેનો દીકરો કાળુ આવેલ અને તેનો ભાગ્યો અશ્વિન આવેલ અને આ કાળુ ફરિયાદીને ઢીકા મારતા તેને અશ્વિને પકડેલ અને હીરાભાઈ ફરિયાદીને આડો ફરેલ અને ફરિયાદી નો દીકરાને લાગેલ હતું જેથી 108 ને ફોન કરતા વિછીયા સરકરી દવાખાને ગયેલ હતા ત્યારે હરજીભાઈ રણછોડભાઈ સોલંકી, ભાવુબેન હરજીભાઈ સોલંકી, શીતલબેન હરજીભાઈ સોલંકી, કાળુભાઈ હીરાભાઈ અને હીરાભાઈ રણછોડભાઈ સોલંકી વિરુદ્ધ વિછીયા પોલીસ સ્ટેશનમાં 324, 323, 504, 114 જી પી એક્ટ કલમ 135 મુજબ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવેલ હતી.

રીપોર્ટ હર્ષદ ચૌહાણ


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.