હળવદ ના ચરાડવા ગામે રોડ કોન્ટ્રાક્ટર ના પાપે 30 કુટુંબો ત્રણ મહિનાથી પાણી વિહોણા
મોરબી જિલ્લાના હળવદ તાલુકા ના ચરાડવા ગામે નિયોજન નગર આવેલું છે જેના વિચરતા વીમુદાય સમર્થન સંસ્થાના સહયોગથી30 જેટલા ગરીબ પરિવાર ને મકાન બનાવવાનું કામ ચાલી રહ્યું છે જેમાં ચરાડવા ગ્રામ પંચાયત દ્વારા ગ્રામ પંચાયતના સંપ થી નિયોજન નગર સુધી પાણીની પાઇપલાઇન એક વર્ષ પહેલાં નાખવામાં આવેલ હાલ આ પરિવાર બકડીયા, પાવડા, તાવીથા જેવા ઓજારો બનાવી તેમનું જીવન ગુજરાન ચલાવે છે અને હમણાં થોડો સમયથી મોરબી હળવદ હાઈવે રોડ નું કામ ચાલુ છે જેમાં આ વસાહતને મળતી પાણીની પાઇપલાઇન તૂટી ગઈ છે પરંતુ ત્રણ મહિના વીતવા છતાં લાઇન રીપેર કરવામાં આવી નથી આ લોકોએ વારંવાર સરપંચને રજૂઆત કરી પણ રોડ કોન્ટ્રાક્ટર ના પેટ નું પાણી પણ હલ્યું નથી અને પરિવારોએ જણાવ્યું હતું કે હાઈવે રોડ પર પાણી ભરવા જતા કોઈ અકસ્માત સર્જાય તો જવાબદાર કોણ તો આ બાબતે હવે આ નિમ્ભરતંત્ર જાગે અને તાત્કાલિક ના ધોરણે આ પાઇપલાઇન રિપેર કરી પાણી આપવામાં આવે તેવી લોક માંગ ઉઠી છે. આ બાબતે તાત્કાલિક ના ધોરણે લાઇન રીપેર કરવા નહીં આવે તો ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલન કરવામાં આવશે એવી ચીમકી ઉચારી છે.
રિપોર્ટ રમેશ ઠાકોર હળવદ
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.