કોઠારીયામાં આવેલ ધ્વનિ ઇન્ડ. વિસ્તારમાં કારખાનામાંથી યુવાનનો મૃતદેહ મળ્યો: શંકાસ્પદ મોત - At This Time

કોઠારીયામાં આવેલ ધ્વનિ ઇન્ડ. વિસ્તારમાં કારખાનામાંથી યુવાનનો મૃતદેહ મળ્યો: શંકાસ્પદ મોત


કોઠારીયામાં આવેલ ધ્વનિ ઇન્ડ. વિસ્તારમાં કારખાનામાંથી યુવાનનો મૃતદેહ મળતાં પોલીસ દોડી ગઈ હતી અને તેની બાજુમાંથી એસિડની બોટલ મળી આવતા મોતનું કારણ જાણવા મૃતદેહને પીએમમાં ખસેડાયો હતો. બનાવથી પરિવારમાં અરેરાટી વ્યાપી ગઈ હતી.
પ્રાપ્ત વિગત મુજબ, કોઠારીયા ઈન્ડસ્ટ્રીઝ એરીયામાં રહેતાં કાંતિભાઈ મનસુખભાઈ ખાંટ (ઉ.વ.39) નામના યુવક આજે સવારે બાજુમાં જ આવેલા શ્રી ઇન્ડસ્ટ્રીઝ નામના કારખાનાના ફળીયામાંથી બેભાન હાલતમાં મળી આવતા કારખાનાના માલિક અશોકભાઈ ગાજીપરાએ 108ને જાણ કરતા 108ની ટીમે પહોંચી જોઈ તપાસી યુવકને મૃત જાહેર કરી આજીડેમ પોલીસને જાણ કરતાં પોલીસ બનાવના સ્થળે પહોંચી જરૂરી કાર્યવાહી કરી હતી.
યુવકનો મૃતદેહ પડ્યો હતો તેની બાજુમાં એસિડની બોટલ પણ મળી આવતા તેણે આપઘાત કર્યો છે કે કેમ તે જાણવા મૃતદેહને પીએમ માટે ખસેડી આગળની તપાસ હાથ ધરી છે.
કારખાનેદાર અશોકભાઈના કહેવા મુજબ પોતે દિવાળીની રજા હોવાથી કારખાનું બંધ હોવાથી ત્યાં ધ્યાન રહે માટે પાછળની શેરીમાં રહેતા અને છૂટક મજૂરી કામ કરતાં કાંતિભાઈને દરરોજ રાત્રે સુવા આવવા માટેનું કીધું હતું. આજે લાભ પાંચમનું મુહૂર્ત કરવા માટે કારખાનું ખોલતા યુવકનો મૃતદેહ જોવા મળ્યો હતો.
વધુમાં જાણવા મળતી વિગત મુજબ, ગઈ રાતે મૃતક કાંતિભાઈ અને તેના સાઢુભાઈ મહેન્દ્રભાઈ પ્રવીણભાઈ વલવઈ બંને સાથે કારખાને સાથે હતાં. જે બાદ કાંતિભાઈએ તેના સાઢુભાઈને નોનવેજ ખાવાનું કહેતાં મહેન્દ્રભાઈએ ખાવાની ના પાડી ત્યાંથી નીકળી ગયાં હતાં. જે બાદ તેઓ બેભાન થઈ મોતને ભેંટ્યા હતાં. પીએમ રીપોર્ટ બાદ યુવકના મોતનું સાચુ કારણ જાણી શકાશે પોલીસે તપાસ યથાવત રાખી છે. વધુમાં મૃતક બે ભાઈમાં નાના અને સંતાનમાં બે પુત્રી- એક પુત્ર છે. બનાવથી પરિવારમાં કલ્પાંત છવાયો હતો


9879405838
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.