ક્ષમા એજ સર્વોચ્ચ શસ્ત્ર, આંધ્રપ્રદેશ માં ત્રીસ હજાર લોકો સમક્ષ સમજાવતી સુરતની બાલીકાઓ. વૈદિક ઋષિ અષ્ટાવક્રના જીવન પ્રસંગના એક અંશને  નાટ્ય રૂપે રજુ કરી - At This Time

ક્ષમા એજ સર્વોચ્ચ શસ્ત્ર, આંધ્રપ્રદેશ માં ત્રીસ હજાર લોકો સમક્ષ સમજાવતી સુરતની બાલીકાઓ. વૈદિક ઋષિ અષ્ટાવક્રના જીવન પ્રસંગના એક અંશને  નાટ્ય રૂપે રજુ કરી


ક્ષમા એજ સર્વોચ્ચ શસ્ત્ર, આંધ્રપ્રદેશ માં ત્રીસ હજાર લોકો સમક્ષ સમજાવતી સુરતની બાલીકાઓ.

વૈદિક ઋષિ અષ્ટાવક્રના જીવન પ્રસંગના એક અંશને  નાટ્ય રૂપે રજુ કરી 

સુરત. ક્ષમા એજ સર્વોચ્ચ શસ્ત્ર, આંધ્રપ્રદેશ માં ત્રીસ હજાર લોકો સમક્ષ સમજાવતી સુરતની બાલીકાઓ
૧૪ નવેમ્બર ૨૦૨૩ ના રોજ
આંધ્રપ્રદેશ ના ત્રીસ હજાર લોકો પ્રેરણાત્મક કૃતિ અષ્ટાવક્રથી સુરતની બાળાઓ દ્વારા શસ્ત્ર અને શાસ્ત્ર વચ્ચેની ભેદરેખા સમજ્યા.
શ્રી સત્ય સાંઇ સેવા સમિતિ, સુરત દ્રારા માત્ર શાળા તેમજ નિઃશુલ્ક હેલ્થ સેન્ટર જ નહીં પણ બાળવિકાસ કેન્દ્રો પણ ચલાવવા માં આવે છે. આ ૫ થી ૧૪ વર્ષ ના બાળકો માટે ચાલતા આ કેન્દ્રોમાં ભારતીય સંસ્કૃતિ, સંસ્કાર, આધ્યાત્મિકતા ઉપરાંત સેવા અને સર્વધર્મ સમભાવ આધારીત વિશેષ અભ્યાસક્રમ ને અનુસરવામાં આવે છે. બાળકોના સર્વાંગી વિકાસને ધ્યાનમાં રાખી તેમની ગર્ભિત શકિતને રચનાત્મક રૂપ આપવામાં આપી તેમનો આત્મ વિશ્વાસ વધારવા યોગ, સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ, ધ્યાન, વેદ અભ્યાસ, માર્શલ આર્ટ, ચિત્ર કલા, વકતૃત્વ કલા, નિબંધ લેખન વગેરે આધારીત કવિઝ, મોટિવેશ વિડિયો પ્રેઝન્ટેશન ઉપરાંત પ્રવાસ વગેરે પ્રવૃત્તિઓ આવરી લેવામાં આવે છે.
દર વર્ષે દિવાળી અને નૂતન વર્ષ ઉજવણી નિમિત્તે બાલવિકાસના બાળકો પુટ્ટપર્તિ સત્ય સાંઈ આશ્રમમાં નૈતિક મૂલ્યો આધારીત કૃતિ રજુ કરે છે. આ વર્ષે પણ ૧૪ નવેમ્બર ૨૦૨૩ ના રોજ કતારગામ બાળવિકાસના બાળકોએ ભારતના પ્રતિષ્ઠિત વૈદિક ઋષિ અષ્ટાવક્રના જીવન પ્રસંગના એક અંશને નાટ્ય રૂપે રજુ કરી સૌ ભાવિકોના હ્દયમાં દંડ નહીં ક્ષમા સર્વોત્તમ છે, તથા શાસ્ત્રો ને શસ્ત્ર ન બનાવો આ ઉપદેશ હૈયામાં અંકિત કરી મંત્રમુગ્ધ કરી દીધા હતા.

રિપોર્ટ નટવરલાલ જે ભાતિયા


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.