યુનિવર્સિટી રોડ પર બિલ્ડીંગના સાતમા માળેથી પડતું મુકી શિલ્પાબેન જાનીની આત્મહત્યા - At This Time

યુનિવર્સિટી રોડ પર બિલ્ડીંગના સાતમા માળેથી પડતું મુકી શિલ્પાબેન જાનીની આત્મહત્યા


શહેરના યુનિ. રોડ પર એક બહુમાળી ઇમારતના સાતમા માળેથી પડતું મુકી શિલ્પાબેન રક્ષિતભાઇ જાની (ઉ.વ. 45)એ આત્મ હત્યા કરી લેતા યુનિ. પોલીસનો સ્ટાફ દોડી ગયો હતો. પોલીસ સુત્રોના જણાવ્યા મુજબ આજે સવારે 10-30 વાગ્યા આસપાસ પોલીસ અને 108માં જાણ કરાઇ હતી કે,
યુનિ. રોડ પર, આયુર્વેદીક હોસ્પિટલ પાછળ, રાણી રેસીડેન્સી સામે આવેલા યુનિટી ટાવર નામના બિલ્ડીંગના સાતમાં માળેથી પડતું મુકી અજાણી મહિલાએ આપઘાત કર્યો છે. સ્થળ પર પહોંચી 108એ મહિલાના સતાવાર મોતની જાહેરાત કરતાં યુનિ. પોલીસનો સ્ટાફ સ્થળ પર દોડી ગયો હતો. મહિલાની ઓળખ કરવા તજવીજ કરી મૃતદેહ પીએમ અર્થે સિવિલ હોસ્પિટલમાં ખસેડ્યો હતો. આ દરમ્યાન શિલ્પાબેન વહેલી સવારે 8 વાગ્યે ઘરેથી વોકીંગ કરવાનું કહી નિકળ્યા પછી પરત ન આવતા પરિવાર તેને શોધી રહ્યો હતો.
તેઓ ન મળી આવતો બપોરે 12 વાગ્યે પોલીસ સ્ટેશને જાણ કરવા ગયા હતા. જ્યાં એક મહિલાએ આપઘાત કર્યાની પોલીસે પરિવારને જાણ કરી હતી. મૃતદેહ બતાવતા શિલ્પાબેન હોવાની જાણ થઇ હતી. પરિવારજનોએ જણાવ્યું કે, શિલ્પાબેનના પતિ વજનકાંટા રીપેરીંગનું કામ કરે છે, સંતાનમાં 1 પુત્ર અને 1 પુત્રી છે, તેઓની માનસિક બિમારીની દવા ચાલતી હતી. પોલીસે આપઘાતનું કારણ જાણવા વધુ તપાસ હાથ ધરી છે.


9879405838
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.