વડનગર તાનારીરી મહોત્સવ સ્થળ તાનારીરી સમાધિ સ્થળની કલેકટરશ્રી એમ. નાગરાજને મુલાકાત લીધી.
તાનારીરી મહોત્સવ-૨૦૨૩
તાનારીરી મહોત્સવ સ્થળ તાનારીરી સમાધિ સ્થળની કલેકટરશ્રી એમ. નાગરાજને મુલાકાત લીધી.
મહેસાણા ૧૭મી નવેમ્બર ૨૦૨૩
અનંત અનાદિ વડનગરનું ગૌરવ તાનારીરી મહોત્સવ તારીખ ૨૧ અને ૨૨મી નવેમ્બર ૨૦૨૩ના રોજ તાનારીરી સમાધિ સ્થળ વડનગર ખાતે યોજાનાર છે. જેના ઉપલક્ષમાં કલેકટરશ્રી એમ.નાગરાજને આજરોજ મહોત્સવ સ્થળની મુલાકાત લઇ મહોત્સવની પૂર્વ તૈયારી સંબંધિત નિરીક્ષણ કરી જરૂરી માર્ગદર્શન પૂરું પાડ્યું હતું.મહોત્સવના સંબંધિત સર્વે અધિકારીશ્રીઓ અને લાયઝન અધિકારીશ્રીઓને આ તકે તેમની વિગતે માહિતી મેળવીને જરૂરી માર્ગદર્શન પૂરું પાડ્યું હતું તેમજ સૂચનો પણ કર્યા હતા....
તાનારીરી મહોત્સવ-૨૦૩ ના સુચારુ અને સુગ્રથિત આયોજન માટે નિવાસી અધિક કલેક્ટરશ્રી ઇન્દ્રજીતસિંહ વાળા અને જિલ્લા વિકાસ અધિકારીશ્રી ડો.ઓમપ્રકાશે પણ મહોત્સવ સંદર્ભે સંબંધિત અધિકારીશ્રીઓ સાથે જરૂરી ચર્ચા કરી હતી....
આ મુલાકાતમાં અગ્રણી સર્વશ્રી રાજુભાઈ મોદી, જીગરભાઈ પટેલ,ગુજરાત સંગીત નાટક અકાદમી સભ્યસચિવ શ્રી અને નાયબ કલેક્ટરશ્રી ઋષિન ભટ્ટ, પ્રાદેશિક વાહનવ્યવહાર અધિકારીશ્રી સ્વપ્નિલભાઈ પટેલ, જિલ્લા ગ્રામવિકાસ એજન્સી નિયામકશ્રી એચ.એમ ચાવડા, મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારીશ્રી કાપડિયા, જિલ્લા પુરવઠા અધિકારીશ્રી મંડોરી, જિલ્લા શિક્ષણાઅધિકારી શ્રી ગૌરાંગ વ્યાસ, પાણી પુરવઠા ડે.ઈજનેર શ્રી જે.એસ.પટેલ, તાલુકા આરોગ્ય અધિકારીશ્રી કડિયા, વડનગર મામલતદારશ્રી એસ. એમ.. સેંધવ, મામલતદાર શ્રી ઉર્વીશ ભાઈ વાળંદ, નાયબ મામલતદારશ્રી નીતાબેન પંડ્યા, લાયઝન અધિકારી સર્વશ્રીઓ તેમજ સંબંધીતા અધિકારીસર્વશ્રીઓ ઉપસ્થિત રહ્યા હતા....
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.