“પંચામૃત પરમાર્થ” ગોળ ના વેપારી નાસિર ટાંક ૩૫ માં જન્મ દિન ની અનોખી ઉજવણી કરી. સાયન્સ લેબ વૃક્ષારોપણ મુકબધીરો ને ભોજન સહિત ની સેવા પ્રવૃત્તિ ઓ કરાય
"પંચામૃત પરમાર્થ"
ગોળ ના વેપારી નાસિર ટાંક ૩૫ માં જન્મ દિન ની અનોખી ઉજવણી કરી. સાયન્સ લેબ વૃક્ષારોપણ મુકબધીરો ને ભોજન સહિત ની સેવા પ્રવૃત્તિ ઓ કરાય
અમરેલી પ્રેરણાત્મક જન્મદિવસ ઉજવતા નાસિર ટાંક ગોળના વેપાર માં જેમણે ગુજરાતમાં મોખરાનું સ્થાન પ્રાપ્ત કર્યું છે અને જેમના વ્યક્તિત્વમાં ગોળની મીઠાશનો અહેસાસ થાય છે તેવા અમરેલીના યુવાન બિઝનેસમેન નાસિર ટાંકે પોતાના ૩૫ મા જન્મદિવસની જે રીતે ઉજવણી કરી તે ખરેખર અભિનંદનને પાત્ર છે.
પંચામૃતના નામથી યોજાયેલ આ કાર્યક્રમમાં પોતાના વતનના ગામ ખંભાળિયામાં વિધાર્થીઓ માટે જરૂરી સાયન્સ લેબોરેટરીનું નિર્માણ, બહેરામૂંગા શાળાના બાળકો સાથે ભોજન, ૧૨૦૦ વૃક્ષોનું વૃક્ષારોપણ અને માનસિક મનોરોગી બાળાઓને લાયન સેન્કચ્યુરીમાં સિંહ દર્શન કરાવવા જેવા વિશિષ્ઠ ઉપક્રમોને વણી લેવાયા હતા.જન્મદિવસની આવી અદભુત અને અનુકરણીય ઉજવણી માટે નાસીરભાઈને સેલ્યુટ !
રિપોર્ટ નટવરલાલ જે ભાતિયા
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.