ધંધુકા શહેરના માર્ગો ઉપર રખડતા પશુઓનો ત્રાસ યથાવત - At This Time

ધંધુકા શહેરના માર્ગો ઉપર રખડતા પશુઓનો ત્રાસ યથાવત


ધંધુકા શહેરના માર્ગો ઉપર રખડતા પશુઓનો ત્રાસ યથાવત

રખડતા ઢોર મામલે ગુજરાત ભરમાં હાઇકોર્ટ નું કડક વલણ છતાં ધંધુકા શહેરના માર્ગો ઉપર રખડતા પશુઓનો ત્રાસ યથાવત

ગુજરાત ભરમાં રખડતા ઢોર મામલે હાઈકોર્ટે લાલ આંખ કરી હોવા છતાં અમદાવાદ જિલ્લાના
ધંધુકા શહેરના વિવિધ જાહેર માર્ગો પર છેલ્લા ઘણા સમયથી રખડતા માલ ઢોરનો ત્રાસ દિન-પ્રતિદિન વધવા લાગ્યો છે જેના કારણે રાહદારીઓ અને વાહન ચાલકોને ભારે મુસીબતોનો સામનો કરવો પડે છે.
ધંધુકામા રખડતા ઢોરનો ત્રાસ વધતો જતો હોવા છતાં સ્થાનિક વહિવટીતંત્ર દુર્લક્ષ્ય સેવી રહ્યુ છે. રખડતા પશુઓને લઈને અનેક વખત આખલાના યુદ્ધમાં અકસ્માતો સર્જાઈ રહ્યા છે તેમ છતાં ધંધુકા નગરપાલિકા દ્વારા ઢોરને પકડવાની કામગીરી કરવામાં આવતી નથી.જાહેર માર્ગો પર રોડ રસ્તાની વચ્ચે આ આખલાઓ અડિંગો જમાવીને બેસી રહેતા હોય છે. ખાસ કરીને મોટા વાહનોને પસાર થવા માટે રખડતા પશુઓને કારણે રોડ રસ્તાઓ બ્લોક થઈ જતા હોય છે અને શિરદર્દ સમાન ટ્રાફિક સમસ્યા પણ સર્જાય છે પરંતુ લોકો જાય તો ક્યાં જાય. તંત્ર તો આંધળું હોય તેવી રીતે માત્ર તમાશો જોઈ રહેલ છે. એક તરફ દિવાળીનો તહેવાર ચાલી રહ્યો છે અને બજારોમાં ખરીદી કરતા રાહદારીઓ અને વાહન ચાલકોથી ધંધુકાના જાહેર માર્ગો ધમધમતા હોય છે ત્યારે આ રખડતા માલઢોરના કારણે અવાર-નવાર ટ્રાફિક સમસ્યા સર્જાઈ રહેલ છે પરંતુ કહી શકાય કે ધંધુકા નગરપાલિકાના ચીફ ઓફિસર કે વહીવટદાર પણ આ બાબતે અજાણ હોય તેવું વર્તન કરી રહ્યા છે રખડતા માલઢોર મામલે ગુજરાત હાઇકોર્ટ નું પણ કડક વલણ હોવા છતાં ધંધુકા શહેરમાં ઢોર પકડવાની કામગીરી હાથ ધરવામાં આવતી ન હોય જાગૃત લોકોમાં કચવાટ જોવા મળી રહયો છે.

રીપોર્ટર સી કે બારડ
મો : 7600780700


+917600780700
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.