પૂ. દાદા ભગવાનના પ્રખર અનુયાયી પૂ.શ્રી દિપકભાઈશ્રીના ત્રિમંદિર ખાતે આશીર્વાદ મેળવતા રમેશભાઈ ઠકકર, દિલીપભાઈ સખીયા - At This Time

પૂ. દાદા ભગવાનના પ્રખર અનુયાયી પૂ.શ્રી દિપકભાઈશ્રીના ત્રિમંદિર ખાતે આશીર્વાદ મેળવતા રમેશભાઈ ઠકકર, દિલીપભાઈ સખીયા

અડાલજ વિશ્વભરમાં દાદા ભગવાનના વિચારોને ફેલાવનાર એવા પ.પૂ. શ્રી દિપકભાઈશ્રીની ગાંધીનગર પાસે આવેલ અડાલજના આશ્રમ ખાતે આવેલ ત્રિમંદિરમાં હાલમાં પધરામણી થતાં શ્રીજી ગૌશાળાના રમેશભાઈ ઠકકર તથા ગીરગંગા ટ્રસ્ટના પ્રમુખ દિલીપભાઈ સખીયાએ શુભેચ્છા મુલાકાત લઈ, આશીર્વાદ મેળવ્યા હતા. પ.પૂ. દિપકભાઈશ્રીએ જણાવ્યું હતુ કે ગૌપ્રોડકટ બનાવીને લોકો સુધી પહોંચાડી તેમા મહત્વનો ભાગ તમે ભજવી રહયાં છે. એ ખૂબ જ સરાહનીય બાબત છે. પરંતુ આપણા પૂર્વજો ઘરે ઘરે ગાય સાચવતા હતા તે મુજબ દરેક ઈન્ડસ્ટ્રીઝ, વેપારીઓ, સુખી સંપન્ન પરીવારોએ ઓછામાં ઓછી ૧૦ ગાયો પોતાના ઘરઆંગણે બાંધવી જોઈએ, અથવા તો જો કોઈ સુખી સંપન્ન પરીવારો પોતાના ઘરે ગાયો બાંધી શકે તેવી સગવડતા ન હોય તો પોતાના વિસ્તારની આજુબાજુની ગૌશાળાઓમાંથી ૧૦ ગાયોને દતક લેવી જોઈએ અને ગૌમાતાના આશીર્વાદ મેળવવા જોઈએ.

રિપોર્ટ નટવરલાલ જે ભાતિયા

આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.