ગઢડા ખાતે કાનૂની શિબિર યોજાઈ
ગઢડા ખાતે કાનૂની શિબિર યોજાઈ
ગઢડા મુકામે નેશનલ લીગલ સર્વિસ ડે નિમિતે તાલુકા કાનુની સેવા સમિતિના એડવોકેટસ તથા પી. એલ. વી. દ્વારા ગઢડા તાલુકાના વિવિધ ગામોમાં જઈને કાનુની શિબીરો યોજાઈ જેમાં વિવિધ કેસોમાં મળતી નિઃશુલ્ક કાનુની સહાય તથા લીગલ સર્વિસ ઓથોરીટી એક્ટ વિશે સામાન્ય લોકોને કાયદાથી તેમના હક્કો તથા ફરજોથી માહીતગાર કરાયા હતા. શિબીરોમાં એડવોકેટ એસ.પી.ટીલવાણી,એડવોકેટ જાગૃતીબેન કાંતીભાઈ પરમાર,ભુમીકાબેન સોલંકી (પી.એલ.વી)તથા રીનાબેન વાઘેલા (પી.એલ.વી)દ્વારા વિવિધ કેસોમાં મળતી કાનુની સહાય વિશે માહીતી પૂરી પાડવામા આવી હતી.
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.