જસદણમાં આમ આદમી પાર્ટીના શહેર મહિલા પ્રમુખ રીંકલબેન સિદ્ધપરાને કોઈ અજાણ્યા વ્યક્તિએ કે જાનથી મારી નાખવાની ધમકી - At This Time

જસદણમાં આમ આદમી પાર્ટીના શહેર મહિલા પ્રમુખ રીંકલબેન સિદ્ધપરાને કોઈ અજાણ્યા વ્યક્તિએ કે જાનથી મારી નાખવાની ધમકી


જસદણમાં આમ આદમી પાર્ટીના શહેર મહિલા પ્રમુખ રીંકલબેન સિદ્ધપરાને કોઈ અજાણ્યા વ્યક્તિએ કે જાનથી મારી નાખવાની ધમકી આપેલ, ચિઠ્ઠીમાં જણાવેલ છે કે "રીંકલ તું આપ માંથી રાજીનામું આપી દે, નકર તને જાનથી મારી નાખીશ હજુ બે વ્યક્તિનો વારો ચડાવીશ" જેમાં લખ્યું હતું કે લી. દુશ્મન આપ પાર્ટી નો. ટુંક સમય પહેલા જ આપ પાર્ટી ના કાર્યકર્તા તાલુકાના પ્રમુખને પણ ધમકી મળી હતી જે જસદણ પોલીસ સ્ટેશનમાં જાણ કરી હતી. ત્યારે આવી ધમકીઓ મળતા ગંભીર વાતાવરણ સજાર્યું છે ત્યારે આપ ના કાર્યકરોને ને એક પછી એક ધમકી મળતા ચર્ચાઓ ઉઠવા લાગી છે અને આ ધમકી આપનાર કોણ, કોઈ પાર્ટીનો કાર્યકર્તા છે કે કોઈ વ્યક્તિ ? જેવા અનેક પ્રશ્ન ઉઠી રહ્યા છે.

રીપોર્ટ હર્ષદ ચૌહાણ


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.