દામનગર પો.સ્ટે.ના અપહરણ તથા પોકસોના ગુન્હાના આરોપીને ૪૮ કલાકની અંદર પકડી પાડતી દામનગર પો.સ્ટે.ની ટીમ - At This Time

દામનગર પો.સ્ટે.ના અપહરણ તથા પોકસોના ગુન્હાના આરોપીને ૪૮ કલાકની અંદર પકડી પાડતી દામનગર પો.સ્ટે.ની ટીમ


દામનગર પો.સ્ટે.ના અપહરણ તથા પોકસોના ગુન્હાના આરોપીને ૪૮ કલાકની અંદર પકડી પાડતી દામનગર પો.સ્ટે.ની ટીમ

પોલીસ અધિક્ષક શ્રી હિમકર સિંહ સાહેબ, અમરેલીનાઓ દ્વારા અમરેલી જીલ્લામાં નાસતા ફરતા આરોપીઓને પકડી પાડવા સારૂ સુચના આપવામાં આવેલ હોય જેથી પરીણામલક્ષી કામગીરી કરી, મહત્તમ પેટ્રોલીંગ ફરી, નાસતા ફરતા આરોપીઓને પકડી પાડવા નાયબ પોલીસ અધિક્ષક શ્રી જે.પી ભંડારી સાહેબ અમરેલી વિભાગનાઓ દ્વારા જરૂરી માર્ગદર્શન આપેલ હોય, તેમજ સર્કલ પો.ઇન્સ. શ્રી આઇ.જે.ગીડા તથા ઇન્ચાર્જ સર્કલ પો.ઇન્સ. શ્રી ટી.એચ.પટેલ અમરેલીનાઓની રાહબરી હેઠળ દામનગર પો.સ્ટે.ના પો.સબ ઇન્સ. શ્રી બી.પી.પરમાર નાઓએ દામનગર પો.સ્ટે.ની બનાવી આરોપી તથા ભોગ બનનારને શોધી કાઢવાની કામગીરી હાથ ધરવામા આવેલ.

જે અંતર્ગત દામનગર પો.સ્ટે. વિસ્તારમાં ગત તા.૦૭/૧૧/૨૦૨૩ ના રાત્રીના સાડા અગીયારેક વાગ્યાથી સવારના છ વાગ્યાના કોઇપણ સમયગાળા દરમ્યાન આ કામનો આરોપી ફરી.ની સગીર વયની દિકરીને લલચાવી ફોસલાવી બદકામ કરવાના ઇરાદે ફરી.ના કાયદેસરના વાલીપણામાંથી ભગાડી લઇ ગયેલ હોય. જે અંગે દામનગર પો.સ્ટે એ ગુ.ર.નં. ૧૧૧૯૩૦૧૭૨૩૦૨૪૦/૨૦૨૩ ઇ.પી.કો.કલમ ૩૬૩,૩૬૬ તથા પોકસો એકટ કલમ- ૧૮ મુજબનો ગુન્હો રજી. થયેલ જે ગુન્હાના કામે આરોપી નાસતો ફરતો હોય. જેથી હયુમન તથા ટેકનીકલ સોર્સ આધારે તપાસ કરી ભાવનગર જીલ્લાના બગદાણા પોલીસ સ્ટેશન સાથે સંકલનમાં રહી આ કામના આરોપી તથા ભોગ બનનારને શોધી કાઢી આગળની કાર્યવાહી કરવામા આવે છે.

પકડાયેલ આરોપીની વિગત:-
કૌશીક ધીરૂભાઇ મકવાણા ઉ.વ.૧૯ રહે.દામનગર, સીતારામ નગર તા.લાઠી જી.અમરેલી

આ કામગીરી પોલીસ અધિક્ષક શ્રી હિમકર સિંહ સાહેબ, અમરેલીનાઓ સુચનાથી નાયબ પોલીસ અધિક્ષક શ્રી જે.પી.ભંડારી સાહેબ અમરેલી વિભાગનાઓ દ્વારા જરૂરી માર્ગદર્શન હેઠળ તેમજ સર્કલ પો.ઇન્સ. શ્રી આઇ.જે.ગીડા તથા ઇન્ચાર્જ સર્કલ પો.ઇન્સ. શ્રી ટી.એચ.પટેલ અમરેલીનાઓની રાહબરી હેઠળ દામનગર પો.સ્ટે.ના પો.સબ ઇન્સ. શ્રી બી.પી.પરમાર નાઓની સુચના આધારે અના હેડ કોન્સ. કનુભાઇ રાજાભાઇ સાંખટ તથા અના હેડ કોન્સ. વિજયકુમાર રમેશભાઇ ડાભી તથા પો.કોન્સ. જયંતીભાઇ ધીરૂભાઇ વાઘેલા તથા પો.કોન્સ. વંદનાબેન મહાદેવપરી ગૌસ્વામી દામનગર પોલીસ ટીમ દ્વારા કરવામા આવેલ છે.


9537666006
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.