માળીયા હાટીના સરકારી હોસ્પીટલ ખાતે સર્વે રોગ નિદાન કેમ્પ યોજાણો - At This Time

માળીયા હાટીના સરકારી હોસ્પીટલ ખાતે સર્વે રોગ નિદાન કેમ્પ યોજાણો


માળીયા હાટીના સરકારી હોસ્પીટલ ખાતે આયુષમાન ભવ કાર્યક્રમ અંતર્ગત સર્વે રોગ નિદાન કેમ્પ માં માળીયા હાટીના સરપંચ જીતુભાઇ સીસોદીયા, તાલુકા ભાજપ પ્રમુખ રાજેશ ભાઈ ભાલોડિયા, મહેન્દ્રભાઈ ગાંધી, ડી.કે સીસોદીયા, ડો શામળા સહિતના મહાનુભવો દ્વારા દીપ પ્રાગટય કરી કેમ્પને ખુલ્લો મુકવામાં આવ્યો હતો

આ તકે જૂનાગઢ જીલ્લા સરકારી સિવિલ હોસ્પીટલના નામાંકિત ડોકટર દ્વારા જેમકે માનસિક, ચામડી, આંખ , કાન, નાક, ગળા, દાંત, સર્જરી અને મેડિસન વિભાગના તજજ્ઞ ડોકટર દ્વારા દર્દીના રોગોનું નિદાન કરવામાં આવ્યું હતું
આ કેમ્પ માં મોટી સંખ્યામાં લોકોએ લાભ લીધો હતો

આ કેમ્પને સફળ બનાવવા માળીયા હાટીના સામુહિક આરોગ્ય કેન્દ્રના ઇન્ચાર્જ અધિક્ષક ડો. પરમાર અને હોસ્પીટલ ના સ્ટાફે ભારી જહેમત ઉઠાવી હતી

રિપોર્ટર પ્રતાપ સીસોદીયા
માળીયા હાટીના
🪀મો. 98255 18418
મો. 75758 63292


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.