રાજકોટના ધર્મેન્દ્ર રોડ, લાખાજીરાજ રોડ, ઘીકાંટા રોડ સહિતની મુખ્ય બજારોમાં લોકોની ભારે ભીડ, અનિચ્છનીય બનાવને રોકવા પોલીસનું પેટ્રોલિંગ - At This Time

રાજકોટના ધર્મેન્દ્ર રોડ, લાખાજીરાજ રોડ, ઘીકાંટા રોડ સહિતની મુખ્ય બજારોમાં લોકોની ભારે ભીડ, અનિચ્છનીય બનાવને રોકવા પોલીસનું પેટ્રોલિંગ


દિવાળીનાં પવિત્ર તહેવાર આડે માત્ર ત્રણ દિવસ બાકી રહ્યા છે. ત્યારે હાલ શહેરની મુખ્ય બજારોમાં ખરીદીનો માહોલ જામ્યો છે. જેમાં ધર્મેન્દ્ર રોડ, લાખાજીરાજ રોડ, ઘીકાંટા રોડ સહિતની મુખ્ય બજારોમાં ખરીદી કરવા માટે લોકો સવારથી જ ઉમટી પડ્યા છે. તેમજ દિવાળીમાં ઘર સજાવટથી લઈને કપડાંની ખરીદીમાં લોકોની ભીડ ઉમટી રહી છે. ત્યારે દિવાળીની રાત સુધી ખરીદીનો માહોલ જામે અને સારો વેપાર થાય તેવી આશા વેપારીઓ દ્વારા વ્યક્ત કરવામાં આવી રહી છે.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.