રાજકોટમાં રામકૃષ્ણનગર શેરીમાં પાર્ક કરેલ આર્કિટેકની કારમાંથી રોકડ 2.20 લાખની ચોરી - At This Time

રાજકોટમાં રામકૃષ્ણનગર શેરીમાં પાર્ક કરેલ આર્કિટેકની કારમાંથી રોકડ 2.20 લાખની ચોરી


રાજકોટમાં તહેવાર પૂર્વે તસ્કરો પોલીસના ભય વગર બેફામ બન્યા છે. શહેરમાં દરરોજ એક ચોરીનો બનાવ સામે આવી રહ્યો છે. તહેવાર સમયે જ લોકો અસુરક્ષિત અનુભવ કરતાં ભયનો માહોલ છવાયો છે.
ત્યારે રાજકોટમાં રામકૃષ્ણનગર શેરીમાં પાર્ક કરેલ આર્કિટેકની કારમાંથી રોકડ રૂ. 2.20 લાખની ચોરી કરી તસ્કર નાસી છૂટતાં પોલીસ દોડતી થઈ હતી. બનાવ અંગે કાલાવડ રોડ પર અવધના ઢાળીયા પાસે ડેકોરા વેસ્ટહિલ એપાર્ટમેન્ટમાં રહેતાં વિરલકુમાર ચમનલાલ પટેલ (ઉ.વ.43) એ નોંધાવેલ ફરિયાદમાં જણાવ્યું હતું કે, તેઓ પર્ણકુટીર પોલીસ ચોકી પાસે સંત ભોજલરામ માર્ગ પર સ્પેસ ઇન્ટીરીયર આર્કીટેકચર નામની ઓફીસ ધરાવી આર્કીટેકનું કામ કરૂ છે.
ગઈકાલે સાંજના આશરે સાડા સાતેક વાગ્યાની આસપાસ તેઓ પોતાની વોલ્વો કાર નં. જીજે-03-કેસી-0214 લઈ તેમની ઓફીસથી રામકૃષ્ણનગર શેરી નં.14 મા બાર્ક એ સેન્સ નામના શો-રૂમે ઓફીસના કામ અર્થે આવેલ અને કાર રામકુષ્ણનગર શેરી નં.14 ના ખુણે પાર્ક કરી લોક કરી શો રૂમમા ગયેલ હતાં. તેઓ શો-રૂમમા ઓફીસની વિનીયર આઇટમો સિલેકશન કરતાં હતાં ત્યારે બાર્ક એસેન્સ શો-રૂમના માલીકે કહેલ કે, તમારી કારના ઇન્ડીકેટર ચાલુ છે કહેતા તેમને કારની ચાવી આપેલ અને તેને ચાવીના રીમોટથી ઇન્ડીકેટર બંધ કરી કારની ચાવી પરત આપી દિધેલ હતી.
બાદમાં ફરિયાદી પોણા દસેક વાગ્યાની આસપાસ સિલેકશનુ કામ પુર્ણ કરી પાર્ક કરેલ કાર પાસે ગયેલ તો મારી કારનો ડ્રાઇવર સાઇડની પાછળનો કાચ તુટેલ હોય જેથી કારનો લોક ખોલી અંદર જોયુ તો કારમા પાછળની શીટમા રાખેલ બેગ જોવામા આવેલ નહીં. તે બેગમાં કસ્ટમરના આવેલ રૂપિયા બે લાખ તથા તેમાં પર્સ રાખેલ હતું. જેમા ડોકયુમેન્ટ તથા આશરે રૂ.20 હજાર રોકડા રાખેલ હતા. જે પર્સ પણ આ બેગમા રાખેલ હતુ.
તે બેગ જોવામા આવેલ નહી, જેથી આજુબાજુમા તપાસ કરતા બેગ કારની થોડે દૂર રોડ પર પડેલ હતુ. જે બેગ લઇ ચેક કરતા આ બેગમ રાખેલ રોકડા રૂપીયા બે લાખ તથા પર્સ ચેક કરતા તેમાં રાખેલ આશરે રૂ.20 હજાર જોવામા આવેલ નહીં.
તેમજ તેમાં રાખેલ ડોકયુમેન્ટ ચેક કરતા તમામ ફોકયુમેન્ટ પર્સમાં હતા. જેથી કોઈ અજાણ્યો શખ્સ કારનો કાચ તોડી તેમાં રાખેલ બેગમાં રોકડ રૂ.2.20 લાખની ચોરી કરી નાસી છૂટતાં ફરિયાદ નોંધાઈ હતી. બનાવ અંગેની ફરિયાદ પરથી એ. ડિવિઝન પોલીસે ગુનો નોંધી સીસીટીવી ફુટેજના આધારે તસ્કરની શોધખોળ હાથ ધરી હતી.


9879405838
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.