સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા દ્વારા શિશુવિહાર ની મહિલા ઉત્કર્ષ પ્રવૃત્તિ સાથે સંકળાયેલ ૩૦ બહેનો ને સાધન સહાય
સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા દ્વારા શિશુવિહાર ની મહિલા ઉત્કર્ષ પ્રવૃત્તિ સાથે સંકળાયેલ ૩૦ બહેનો ને સાધન સહાય
ભાવનગર સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા દ્વારા શિશુવિહાર ની મહિલા ઉત્કર્ષ પ્રવૃત્તિ સાથે સંકળાયેલ ૩૦ બહેનો ને સાધન સહાય
શ્રમિક કુટુંબના સશકત આર્થિક જીવન માટે સીવણ સંચો કલ્પતરુ છે. જ્યાં ઘર હોય ત્યાં સીવણ સંચો હોવો જોઈએ. એવા ઉદ્દેશ્ય થી ભારતીય સ્ટેટ બેંક ભાવનગર ની સી.એસ.આર એક્ટિવિટી અંતર્ગત શિશુવિહાર સંસ્થા સાથે સંકળાયેલ ૩૦ શ્રમિક બહેનોને કૌશલ્ય વૃદ્ધિ માટે સીવણ સંચા અર્પણ કરવામાં આવ્યા છે....
તારીખ ૭ નવેમ્બરે નીલમબાગ હેડ ઓફિસમાં યોજાયેલ કાર્યક્રમ થકી . જી.એમ .શ્રી માતા પ્રસાદ , ડી. જી. એમ.શ્રી અજીત કુમાર તેમજ ચીફ મેનેજર શ્રી જયેશ વેદની વિશેષ ઉપસ્થિતિમાં શિશુવિહાર ની મહિલા ઉત્કર્ષ પ્રવૃત્તિ સાથે સક્રિય રીતે સંકળાયેલ ૩૦ શ્રમિક બહેનોને સિલાઈ મશીન નું વિતરણ કરવામાં આવ્યું...પ્લાસ્ટિક મુક્ત ભારતના હેતુને સાધ્ય કરવા ૧૭૫૦૦૦ વધુ કાપડની થેલીઓ તૈયાર કરી ગુજરાત અને મહારાષ્ટ્રના અનેક ઘરોમાં પ્લાસ્ટિક બેગ ના અટકાવ નો સંદેશ પહોંચાડનાર ભાવનગરની બહેનોને મુંબઈથી શ્રી ધીરજલાલ દેસાઈ પરિવાર તરફથી મળતા વેસ્ટ કાપડમાંથી ટીવીના કવર ,બેડશીટ ,લાલજી મહારાજના વાઘા ,કાપડના તોરણ બનાવી પ્રતિવર્ષ ચાર લાખ રૂપિયાનું કામ કરતી બહેનો ના પરિવારને સ્વરોજગાર માટે પ્રોત્સાહિત કરવા નું એસ. બી.આઇ નું ક્ષેત્રીય કાર્ય સરાહનીય બને છે....
રિપોર્ટ નટવરલાલ જે ભાતિયા
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.