ગીર સોમનાથ જિલ્લામાં દિવાળીના તહેવારને અન્વયે ફૂડ વિભાગ દ્વારા કરાઈ તપાસ
ગીર સોમનાથ જિલ્લામાં દિવાળીના તહેવારને અન્વયે ફૂડ વિભાગ દ્વારા કરાઈ તપાસ
---------
જિલ્લામાં આશરે ૧૫૦ કિ.ગ્રા.ના અખાદ્ય જથ્થાનો કરાયો નાશ
------
ગીર-સોમનાથ.તા.૮: આગામી સમયમાં આવનાર દિવાળીના તહેવારના અનુસંધાને ગીર સોમનાથ જિલ્લામાં ફૂડ સેફ્ટી એન્ડ સ્ટાન્ડર્ડ એકટ-૨૦૦૬ અન્વયેના નિયમ અનુસાર તેમજ લોકોના સ્વાસ્થને ધ્યાનમાં રાખી દિવાળીના તહેવાર પહેલા મીઠાઈ તથા ફરસાણની દુકાનો, દુધની ડેરીઓ, મેન્યુફેકચરીંગ યુનિટ, હોટલ-રેસ્ટોરન્ટ અને સ્ટોલમાંથી બહોળા પ્રમાણમાં મીઠાઈ તથા ફરસાણનુ વેચાણ થતુ હોય તેવી વિવિધ જગ્યાઓએ ડેઝીગ્નેટેડ ઓફિસરશ્રીની કચેરી ખોરાક અને ઔષધ નિયમન તંત્ર વેરાવળ દ્વારા તપાસની કામગીરી હાથ ધરવામાં આવી હતી.
જેમાં ફુડ સેફટી ઓફિસર શ્રી પી.બી.સાવલીયા તથા કુ.કે.એચ.ચોચા દ્વારા વેરાવળ શહેર તથા ગીર સોમનાથ જિલ્લાના અલગ-અલગ તાલુકાઓમાં આવેલી મીઠાઈ, ફરસાણ, દુધ, તેલ, નમકીન, ઘી, દુધની વાનગીઓ તથા અન્ય રો—મટીરીયલ્સના આશરે ૯૭ જેટલા નમુનાઓ લઈ તપાસ અર્થે ફુડ એન્ડ ડ્રગ્સ લેબોરેટરીમાં મોકલી આપવામાં આવ્યા છે અને વિવિધ જગ્યાઓએથી પડતર અને અખાધ્ય જથ્થો ૧૫૦ કિ.ગ્રા. નો નાશ કરાવવામાં આવ્યો છે.
ઉપરોકત ફૂડ સેફ્ટી એન્ડ સ્ટાન્ડર્ડ એકટ-૨૦૦૬ અંતર્ગત ફુડ સેફટી ઓફિસર શ્રી પી.બી.સાવલીયા તથા કુ.કે.એચ.ચોચા દ્વારા ખરાબ અને પડતર ખોરાકથી લોકોમાં કોઈપણ પ્રકારની બિમારી ન ફેલાય અને ગીર સોમનાથ જિલ્લાનાં લોકોને સારુ સ્વાસ્થ્ય જળવાઈ રહે તેવા શુભ હેતુથી ફુડ સેફ્ટી વિભાગ દ્વારા કામગીરી કરવામાં આવી રહી છે.
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.