બોટાદમાં ખૂલ્લા ટ્રેક્ટરમાં કચરો એકત્ર કરાતો હોવાથી અડધો કચરો તો રોડ પર જ…
બોટાદમાં ખૂલ્લા ટ્રેક્ટરમાં કચરો એકત્ર કરાતો હોવાથી અડધો કચરો તો રોડ પર જ...
સ્વચ્છ ભારત, સ્વચ્છ ગુજરાત, આમ સ્વચ્છ થશે?
ડોર ટુ ડોર કચરાની કામગીરી સામે ઉઠતા અનેક સવાલો
બોટાદ નગરપાલિકા દ્વારા શહેરમાં ડોર ટુ ડોર કચરો ઉપાડવાનો કોન્ટ્રાક્ટ આપવામાં આવ્યો છે.પરંતુ આ કોન્ટ્રાક્ટર ખુલ્લા ટ્રેક્ટરમાં કચરો ભેગો કરતા હોવાથી ખુલ્લા ટ્રેક્ટરમાંથી કચરો રોડ પર ઢોળતો હોવાથી શહેરના વિસ્તારના માર્ગો પર ગંદકીના કારણે લોકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે.તેથી, શહેરીજનો વહેલી તકે બંધ ગાડીઓમાં ડોર ટુ ડોર કચરો એકત્ર કરવા ઈચ્છી રહ્યા છે.બોટાદ નગરપાલિકા દ્વારા ડોર ટુ ડોર કચરો ઉપાડવાનો કોન્ટ્રાક્ટ ખાનગી એજન્સીને આપવામાં આવેલ છે.
હાલ સ્વચ્છતા અભિયાન ચાલી રહ્યું છે દિવાળીનો તહેવાર નજીક આવી રહ્યો છે ત્યારે સ્વચ્છતા અભિયાનને લઈને તંત્ર દ્વારા જીલ્લામાં સાફ સફાઈ અભિયાન હાથ ધર્યું છે હવે જોવાનું એ રહ્યું કે કોન્ટ્રાક્ટર એજન્સીઓ ઉપર કેવી કાર્યવાહી કરવામાં આવશે લાખોના ખર્ચે સ્વચ્છતા અભિયાન હાથ ધરાયું હશે તો પછી આ ખાનગી એજન્સો દ્વારા રોડ રસ્તા ઉપર કચરો ખુલ્લા ટેક્ટરમાં લઈ જવામાં આવી રહ્યો છે તો શું બોટાદ નગરપાલિકા દ્વારા ડોર ટુ ડોર કચરો ઉપાડવાના કોન્ટ્રાક્ટર એજન્સી ઉપર કેવા પ્રકારની કાર્યવાહી કરવામાં આવશે કે માત્ર નોટીસ આપી અને સંતોષ માનવામાં આવશે કે કોઈ બોટાદ નગરપાલિકા પાલિકા દ્વારા કડક કાર્યવાહી કરવામાં આવશે તે જોવું રહ્યું.
રિપોર્ટ અસરફ જાંગડ બોટાદ
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.