હળવદ તાલુકાના અજીતગઢ ગામની બ્રાહ્મણી નદી માં એલસીબી પોલીસના ખનીજ ચોરીના દરોડા - At This Time

હળવદ તાલુકાના અજીતગઢ ગામની બ્રાહ્મણી નદી માં એલસીબી પોલીસના ખનીજ ચોરીના દરોડા


બે હિટાચી મશીન રૂપિયા 50 લાખના મુદ્દામાલ જપ્ત કરાયો

હળવદ તાલુકાની બ્રાહ્મણી નદી માં સફેદ રેતીનો કારોબાર ચાલી રહ્યો છે ત્યારે હળવદ તાલુકાના અજીત ગઢ ગામની બ્રામણી નદીમાંથી મોરબી એલસીબી પોલીસ અને ખાણ ખનીજ એ છાપો મારતા ગેરકાયદેસર રીતે ખનન ‌વહન કરતા બે હિટાચી મશીન રૂપિયા 50 લાખનો મુદ્દા માલ જપ્ત કરી ને હળવદ પોલીસની હવાલે કર્યા હતા

હળવદ બ્રાહ્મણી નદીમાં સફેદ રેતીના કારો કારોબાર ઘણા સમયથી ચાલી રહ્યો છે ત્યારે મોરબી એલસીબી પોલીસના પી આઈ ડી‌.એમ‌.ઢોલ અને સ્ટાફ ના માણસો તેમજ ખાણ ખનીજના માણસો દ્વારા હળવદ તાલુકાના અજીતગઢ ગામની નદીમાં છાપા મારતા ત્યાં બે હિટાચી મશીન ગેરકાયદેસર રીતે ખનન ‌વહન કરી રહ્યા હતા ત્યારે મોરબી એલસીબી પોલીસના માણસો તેમજ ખાણ ખનીજ ના સ્ટાફ માણસો દ્વારા બે હિટાચી મશીનને જપ્ત કરીને હળવદ પોલીસની હવાલે કર્યા હતા આમ ખાણ ખનીજ અને હળવદ એલસીબી પોલીસના સંયુક્ત દરોડા પાડીને હળવદ પોલીસ 50 લાખના બે હિટાચી મશીનના મુદ્દામાલ સોપેલ ‌હતો હિટાચી માલિક અજીતગઢ ગામના સંજયભાઈ રાઠોડ .અને સુરેશભાઈ રાઠોડ સામે હળવદ પોલીસ મા ફરિયાદ નોંધાવી હતી

રિપોર્ટ રમેશ ઠાકોર હળવદ


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.