જીવરાજપાર્કમાં દુધના ધંધાર્થીના મકાનમાં તસ્કરનો મોટો હાથફેરો: રૂ.11.40 લાખની ચોરી
દિવાળીનો તહેવાર પૂર્વે તસ્કરો પોલીસના કોઈપણ જાતના ભય વગર શહેરમાં બેફામ બન્યા હોય તેમ છેલ્લા ત્રણ દિવસમાં ત્રણ ચોરીના બનાવ સામે આવ્યા હતાં. ત્યારે જીવરાજપાર્કમાં દુધના ધંધાર્થીના મકાનમાં ત્રાટકેલા તસ્કરે મોટો હાથ મારી રૂ.11.40 લાખના સોનાના દાગીનાની ચોરી કરી નાસી છૂટતાં તાલુકા પોલીસ દોડતી થઈ હતી અને એક આરોપીને સકાંજમાં લઈ પૂછપરછ હાથ ધરી હતી. બનાવ અંગે જીવરાજ પાર્કમાં પોલીસ હેડ કવાર્ટરની સામે વ્રજ એપાર્ટમેન્ટમાં બ્લોક નં. સી/203 માં રહેતાં નીતાબેન દિલીપભાઈ કાપડીયા (ઉ.વ.57) એ નોંધાવેલ ફરિયાદમાં જણાવ્યું હતું કે, મવડી સરદાર ચોક ખાતે પટેલ એન્ટરપ્રાઈઝ નામની દુકાનમાં તેઓ તેના પતિ સાથે દુધનો વેપાર કરે છે.
તેઓ પતિ દિલીપભાઈ કાપડીયા તથા સાસુ નાથીબેન સાથે રહે છે. વધુમાં ઉમેર્યું કે, ગઈ તા.01/11/2023 ના દિપાવલીના તહેવાર નીમેતે ઘરને સાફ સફાઈ કરવી હોય જેથી રાત્રીના નવેક વાગ્યે બાજુના રૂમમાં રાખેલ સોનાના દાગીના ઘરમા લોખંડના કબાટની અંદરના ખાનામાં અલગ અલગ પર્સમાં મુકેલ હતા. સાંજે ચારથી છ તેણી પતિને દુકાને મદદ કરવા માટે જતી હતી ત્યારે સાસુ સત્સંગમાં જતા હતા ત્યારે ઘરે કોઈ હાજર ન રહેતુ. ગઈકાલે રાત્રીના નવ વાગ્યાની આસપાસ તેઓને સોનાની કડલી પહેરવી હોય જેથી કબાટમાં મુકેલ કડલી લેવા માટે જતા સોનાના દાગીના મુકેલ પર્સ મળી આવેલ નહી. જેથી ઘરમાં દાગીનાની તપાસ કરતા મળી આવેલ નહી. જેથી કોઈ અજાણ્યા શખ્સો ફરિયાદી અને તેનો પરિવાર ઘરે હાજર ન હોય
ત્યારે ઘરમાં પ્રવેશ કરી કબાટના લોકની ચાવી કબાટની બાજુ દિવાલ ઉપર ટીંગાડેલ હતી જે ચાવી વડે કબાટ ખોલી તેમાં રાખેલ સોનાનો કંદોરો- 01, હાથમાં પહેરવાના સોનાના કંગન - 02, ડોકમાં પહેરવાની સોનાની માળા -01, ગળામાં પહેરવાનુ સોનાનુ મંગળસુત્ર - 01, ગળામાં પહેરવાનો સોનાનો ચેન-01, હાથમાં પહેરવાની સોનાની કડલી - 02,સોનાનુ બીસ્કીટ- 01 અને હાથમાં પહેરવાની સોનાની વીંટી- 03 મળી કુલ 32.6 તોલા સોનુ રૂ.11,40 લાખના મુદ્દામાલની ચોરી કરી નાસી છૂટ્યા હતાં. બનાવ અંગેની ફરિયાદ પરથી તાલુકા પોલીસ મથકના પીઆઇ વિ.આર.પટેલની રાહબરીમાં ટીમે તપાસનો ધમધમાટ આદરી એક શખ્સને સકંજામાં લઈ તેની પૂછપરછ હાથ ધરી હતી.
9879405838
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.