આ.ક.પેઢીને સંવાદથી નીલકંઠ મહાદેવ અને પ્રગટેશ્વર મહાદેવ નો પ્રશ્ન ઉકેલવાનો પ્રસ્તાવ આપતાં* *દ્વારકા શારદા પીઠાધિશ્વર જગદગુરુ શંકરાચાર્ય સ્વામીશ્રી સદાનંદ સરસ્વતીજી મહારાજ
*આ.ક.પેઢીને સંવાદથી નીલકંઠ મહાદેવ અને પ્રગટેશ્વર મહાદેવ નો પ્રશ્ન ઉકેલવાનો પ્રસ્તાવ આપતાં* *દ્વારકા શારદા પીઠાધિશ્વર જગદગુરુ શંકરાચાર્ય સ્વામીશ્રી સદાનંદ સરસ્વતીજી મહારાજ*
શારદા પીઠાધિશ્વર જગદગુરુ સ્વામીશ્રી સદાનંદ સરસ્વતીજી મહારાજ પદભાર ગ્રહણ કર્યા બાદ તા.૦૭-૧૧-'૨૩ ને મંગળવારે પ્રથમ વખત પાલિતાણા ની ધરાને પાવન કરવાં પધારી રહ્યાં હોય ભક્તોનો ઉત્સાહ ચરમ પર હતો. બગદાણા, સાંગાણા, દેવળીયા ધાર થી પાલિતાણા સુધી ગામેગામ ભક્તો એ દર્શનનો લાભ લીધો હતો અને ઉમળકા ભેર સ્વાગત સન્માન કર્યું હતું.
નગરમાં પટેલ બોર્ડિંગ થી ભવ્ય શોભાયાત્રા યોજાયેલ. જે શહેરના મુખ્ય માર્ગ પર ફરી પાલિતાણા હાઈસ્કૂલ ખાતે વિરાટ ધર્મસભામાં પરિવર્તિત થયેલ.માર્ગમાં પૂજયશ્રી એ ગ્રામદેવતા ભૈરવનાથ મહાદેવ અને ભીડભંજન મહાદેવ ના દર્શન કરેલ.
જગદગુરુ પાદુકા પૂજાનનો લાહવો વૈદિક સનાતન ધર્મ ગૌરવ સમિતી નાં કાર્યકર્તા ને મળેલ તથા સમિતિના સંતોએ જગદગુરુનું સ્વાગત કરેલ.
મહામંડલેશ્વર શ્રી1008 રમજુબાપુના આવકાર ઉદબોધન બાદ મહામંડલેશ્વર મહેશગિરિ મહારાજે ગિરનાર દત્ત ટુક ખાતે મતાંધ ટોળા નાં આતંક અને પછી તેમને મળતા પ્રલોભન અને ધમકીની વાત કરી, પોતાને સનાતની કેહવડાવતાં સાંપ્રદાયિક સમૂહને ઉઘાડો પાડ્યો. વડવાળા જગ્યા દુધરેજથી પધારેલ મહામંડલેશ્વર શ્રી 1008 કણીરામબાપાએ હિંદુ શાસ્ત્રો અને દેવીદેવતા નાં ચરિત્ર વિકૃત કરવાની કુપ્રવૃત્તિ બંધ થવી જ જોઈએ તેવો સ્પષ્ટ સંદેશ સંબંધિત પંથ સંપ્રદાયને આપ્યો. સ્વામી આત્માનંદ સરસ્વતીજી મહારાજે સદા સંગઠીત રહેવા, જ્ઞાતિ ભેદ ભૂલી હિંદુ તરીકેની ગૌરવવંતી ઓળખ ધારણ કરવાં હાંકલ કરેલ. એ સાથે આશા વ્યક્ત કરી કે ભારતમાં અનેક સકારાત્મક પરિવર્તનનું નેતૃત્વ ગુજરાતે કર્યું છે એ જ રીતે ધાર્મિક ક્રાંતિ નું નેતૃત્વ પણ ગુજરાત કરશે. બ્રહ્માનંદધામ ચાંપરડા થી પધારેલ મુક્તાનંદ બાપુએ કહ્યું કે અમે સમાજમાં વિદ્વેષ ફેલાવવા માંગતા નથી પરંતુ વૈદિક સનાતન ધર્મ વિરુદ્ધ ઝેર ઓકાઈ રહ્યું છે, આસ્થા ની અવહેલના થઈ રહી છે, તેનો વિરોધ મક્કમપણે કરીએ છીએ. તેમણે હિંદુઓને પણ ટકોર કરી કે શાસ્ત્ર અધ્યયન કરો, આપણી પરંપરા અનુસરો, કોઈ મંદિર અપૂજ ન રહે, નીલકંઠ મહાદેવ અને પ્રગટેશ્વર મહાદેવ દર્શન કરવાં, જળ ચડાવવા જાઓ. આ ઉપરાંત વેદાંત યુનિવર્સિટી ગુજરાતમાં સ્થાપવાનો પ્રસ્તાવ જગદગુરુ અને સંતો મહંતો સમક્ષ રાખ્યો. જગદગુરુ સ્વામી સદાનંદ સરસ્વતીજી મહારાજે કહેલ કે વેદાંત યુનિ. નો કેળવણી મંત્ર રહેશે ; 'પ્રાણી માત્રમાં ઈશ્વર છે.' ભેદ બુધ્ધિ આધ્યાત્મિક પતન છે. અગ્નિ પોતાનો ગુણધર્મ દાહકતા છોડે એટલે કોલસો બની જાય, હિંદુ હિન્દુત્વ છોડે પછી નામ માત્રનો હિંદુ બચે. સ્વધર્મ પાલન અને પોતાની રેખા મોટી કરવાની શીખ તેમણે ભક્ત સમુદાયને આપી. જેમ માતાપિતા બદલી શકાય નહિ તેમ સ્વધર્મ બદલી શકાય નહીં. ધર્મપરિવર્તન અપ્રકૃતિક, અધાર્મિક છે. પૈસાના જોરે પંથ પ્રચાર ઉપરાંત ભગવાન બનવાનાં વલખા વામણા લોકો મારે. આપણે કોઈ ધર્મની નિંદા ન કરીએ, પણ જો તે ખરેખર ધર્મ હોય તો, અધર્મનો તો વિના વિલંબ સક્રિય વિરોધ થવો જ જોઈએ. ધર્મરથ પર બિરાજમાન ભગવાન શ્રીરામના વિજયની વાત કરી સૌને ધર્મ સાથે રેહવા હાંકલ કરી. શેત્રુંજય પર્વત પર રાત્રી રોકાણ પ્રતિબંધ હિંદુ પૂજારી સામે જ લાગુ કેમ કરવામાં આવે છે ? એવો પ્રશ્ન ઉઠાવી જગદગુરુ એ કહ્યું કે કોની સાથે વેર ન કરવું તેનો સાચો નિર્ણય કરે તે બુદ્ધિમાન.
જગદગુરુ એ સ્વયં પાલિતાણા શેત્રુંજય શિખરે બિરાજમાન શ્રી નીલકંઠ મહાદેવ તથા તળેટી માં આવેલ પ્રગટેશ્વર મહાદેવ મંદિર ના પ્રશ્ને આ.ક.પેઢી સાથે વિચાર વિમર્શ કરવાનો પ્રસ્તાવ આપ્યો. સંવાદ થકી પ્રશ્નનાં ઉકેલ માટે પોતે સંતો અને સ્થાનિક પ્રતિનિધિ સાથે પ્રયાસ કરવા તૈયારી દર્શાવી. પરિણામ મળી જાય તો કોર્ટ મેટર પાછી પણ લઈ શકાય અને પારસ્પરિક સદભાવ ને થતાં નુકશાન ને રોકી શકાય. સર્વે સંતગણે પૂજ્યશ્રીના પ્રસ્તાવ ને શિરોધાર્ય કરેલ અને વિચાર રાખેલ કે બે મહિનાની સમયમર્યાદામાં વાર્તાલાપ દ્વારા સકારાત્મક ભૂમિકા તૈયાર થવી જોઈએ. નહીં તો ઉગ્ર આંદોલન ની ચેતવણી પણ આપી.
કાર્યક્રમમાં મુખ્ય આમંત્રિત મહેમાન ભાવનગર યુવરાજ શ્રી જયવિરરાજસિંહ વિજયરાજસિંહ ગોહિલ પધારેલ. તેઓએ જણાવ્યું કે બલ, બુધ્ધિ અને વિદ્યાના સદઉપયોગ માટે સંતોનું માર્ગદર્શન ખૂબ જ જરૂરી છે. આ અવસરે તેમણે જગદગુરુ ને ગદા અર્પણ કરેલ. ધર્મસભા સંચાલન મહંતશ્રી થાનાપતી મહાદેવગિરિ બાપુએ કરેલ. સમગ્ર આયોજનમાં સ્વયંશિસ્ત, સમયપાલન અને સુચારુ વ્યવસ્થાની ઉપસ્થિત સેંકડો સંતો અને હજારો ભક્તોએ મુક્ત કંઠે પ્રશંશા કરેલ અને વૈદિક સનાતન ધર્મ ગૌરવ સમિતી ને અભિનંદન આપેલ. ( અહેવાલ - અતુલ શુક્લ દામનગર અમરેલી.)
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.