રાજકોટ યાર્ડમાં શનિવારથી દિવાળી વેકેશન
રાજકોટ માર્કેટિંગ યાર્ડમાં છેલ્લા બે દિવસથી મગફળી, કપાસ, સોયાબીનની રેકોર્ડબ્રેક આવક થઇ રહી છે ત્યારે હવે દિવાળીના તહેવાર નજીક આવતા યાર્ડના સંચાલકોએ દિવાળી વેકેશનની જાહેરાત કરી છે. દિવાળીના પવિત્ર તહેવારને પગલે માર્કેટયાર્ડમાં અનાજ-કઠોળની હરાજી સહિતના કારોબાર એક સપ્તાહ બંધ રાખવાનો નિર્ણય લેવાયો છે. બેડીના મુખ્ય યાર્ડમાં 11 નવેમ્બર શનિવારથી બંધ થશે જ્યારે 17મીએ લાભપાંચમથી ફરી ખૂલશે. શાકભાજી વિભાગનું કામકાજ 13 નવેમ્બરથી 17 નવેમ્બર સુધી બંધ રહેશે જ્યારે બટેટા વિભાગમાં 12થી 15 નવેમ્બર, ડુંગળી વિભાગમાં 13થી 17 નવેમ્બર અને ઘાસચારા વિભાગમાં 12થી 15 નવેમ્બર રજા રહેશે.
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.