અમદાવાદની સુવિખ્યાત પતંગ હોટેલ ખાતે શ્રી લોહાણા મહાપરિષદ દ્વારા ગુજરાત સરકાર દ્વારા એવોર્ડ વિજેતા મિત્તલ ખેતાણીનું સન્માન - At This Time

અમદાવાદની સુવિખ્યાત પતંગ હોટેલ ખાતે શ્રી લોહાણા મહાપરિષદ દ્વારા ગુજરાત સરકાર દ્વારા એવોર્ડ વિજેતા મિત્તલ ખેતાણીનું સન્માન


અમદાવાદની સુવિખ્યાત પતંગ હોટેલ ખાતે શ્રી લોહાણા મહાપરિષદ દ્વારા ગુજરાત સરકાર દ્વારા એવોર્ડ વિજેતા મિત્તલ ખેતાણીનું સન્માન      
સમગ્ર વિશ્વનાં ૩૦ લાખ લોહાણાઓની માતૃ સંસ્થા શ્રી લોહાણા મહાપરિષદ દ્વારા ગુજરાત સરકાર દ્વારા એવોર્ડ વિજેતા મિત્તલ ખેતાણીનું સન્માન કરવામાં આવ્યું હતું. ભારત સરકારનાં પશુપાલન અને ડેરી વિભાગ, નેશનલ એડવાઈઝરી કમિટીમાં સભ્ય, ભારત સરકારનાં એનીમલ વેલફેર બોર્ડ ઓફ ઈન્ડિયાનાં એવોર્ડ એન્ડ ઈવેન્ટ કમિટીનાં સભ્ય, ગુજરાત સરકારનાં સ્ટેટ એનીમલ વેલફેર બોર્ડનાં સભ્ય, ભારતની પશુ સારવારનાં ક્ષેત્ર કોઈ એક શહેરમાં કાર્યરત હોય તેવી સૌથી મોટી સંસ્થા શ્રી કરૂણા ફાઉન્ડેશન ટ્રસ્ટ–એનીમલ હેલ્પલાઇન,વેટરનરી હોસ્પિટલ, અબોલ જીવોનું અન્નક્ષેત્રનાં પ્રમુખ, તથા વૈશ્વીક સ્તરે જન, જંગલ, જમીન, જનાવર, જળની સુખાકારી માટે કાર્યરત વૈશ્વીક સંસ્થા સમસ્ત મહાજનનાં સંગઠન મંત્રી, ગ્લોબલ કન્ફેડરેશન ઓફ કાઉ બેઝ્ડ ઇન્ડસ્ટ્રીઝ (જી.સી.સી.આઈ)નાં માનદ સેક્રેટરી, સહિતની અનેક સંસ્થાઓમાં તન-મન-ધનથી સક્રિય એવા યુવા સમાજસેવી બાલ્યાવસ્થાથી જ લોહીનાં સંસ્કારને લઇને સેવાક્ષેત્રને વરેલા મિતલ ખેતાણીનું ભારત સરકાર, ગુજરાત સરકાર દ્વારા રકતદાન, ચક્ષુદાન, દેહદાન, અંગદાન, ગૌસેવા/ જીવદયા ક્ષેત્રે ઉલ્લેખનીય કામગીરી બદલ સન્માન થઇ ચૂકયું છે. પોઝીટીવ ન્યુઝ પ્રસારિત કરવાના ઉદેશ્યથી ''ઓમ ઓનલી ન્યુઝ'' ની પણ શરૂઆત મિતલ ખેતાણીએ કરી છે. દિલ્હીનાં ગાંધી સ્મૃતિ મંદિર ખાતે ''જીવદયા રત્ન' એવોર્ડ, ભારત સરકારનાં એનિમલ વેલ્ફેર બોર્ડ દ્વારા પણ જીવદયા ક્ષેત્રે એવોર્ડ પ્રાપ્ત થયો છે.
મિત્તલ ખેતાણીને હાલમાં જ શીલ-સંસ્કૃતિ અને સદાચારની રક્ષા માટે જેઓ સમર્પિત છે, તેમને ગુજરાત સરકારના રમતગમત, યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગ દ્વારા સેવ કલ્ચર – સેવ ઇન્ડિયા ફાઉન્ડેશન અને ગુજરાત રાજ્ય સંગીત નાટક અકાદમીના સંયુક્ત ઉપક્રમે સંસ્કૃતિની રક્ષા કરવા બદલ મુખ્યમંત્રીનાં હસ્તેથી ‘સાંસ્કૃતિક યોદ્ધા પુરસ્કાર’થી સન્માનિત કરવામાં આવ્યા હતા. તે બદલ મિત્તલ ખેતાણીનું શ્રી લોહાણા મહાપરિષદ દ્વારા સ્મૃતિ ચિહ્ન આપી અભિવાદન કરાયું હતું. આ પ્રસંગે શ્રી લોહાણા મહાપરિષદનાં અધ્યક્ષ સતીશ વિઠલાણી, પતંગ હોટેલનાં સંચાલક અને રઘુવંશી  શ્રેષ્ઠી ઉમંગભાઈ ઠક્કર, નિતિનભાઈ રાયચુરા સહિતનાં અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા.   

રિપોર્ટ નટવરલાલ જે ભાતિયા


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.