રાંડ્યા પછી નું ડાપણ ઍન્વાયરમેન્ટ ક્લિયરન્સ સર્ટિફિકેટ ઘીકતો ધંધો દેશ ના પાટનગર માં ઓડ ઇ વન સાથે શાળા ઓ બંધ રાખવા ની નોબત.સેઝ ના નામે ખેરાત કરાયેલ જમીનો ઉપર પ્રદુષણ ઓકતા ઉદ્યોગ માં ગુજરાત પણ પાછળ નથી
"રાંડ્યા પછી નું ડાપણ"
ઍન્વાયરમેન્ટ ક્લિયરન્સ સર્ટિફિકેટ ધીકતો ધંધો
દેશ ના પાટનગર માં ઓડ ઇ વન સાથે શાળા ઓ બંધ રાખવા ની નોબત.સેઝ ના નામે ખેરાત કરાયેલ જમીનો ઉપર પ્રદુષણ ઓકતા ઉદ્યોગ માં ગુજરાત પણ પાછળ નથી દેશ માં પ્રદુષણ નિયંત્રણ માટે કાયદા નીતિ વ્યવસ્થા તંત્ર પછી પણ બેફામ વાયુ જળ ધ્વનિ પ્રદુષણ વિકરાળ રીતે પ્રસરી રહ્યું છે ૩,૮૨૫ ઉદ્યોગો સામે પર્યાવરણીય નિયમ ભંગની ફરિયાદ ગુજરાતમાં છેલ્લાં ત્રણ વર્ષમાં ઍન્વાયરમેન્ટ ક્લિયરન્સ સર્ટિફિકેટ વગર ૧૭૨ કંપનીઓ કાર્યરત હોવાનું બહાર આવ્યું છે. વર્ષ ૨૦૨૦-૨૧માં ૭૩,વર્ષ ૨૦૨૧-૨૨માં ૪૯ અને વર્ષ ૨૦૨૨–૨૩માં ૫૦ કંપનીઓ ઍન્વાયરમેન્ટ ક્લિયરન્સ સર્ટિફિકેટ વગર જ ધમધમતી રહી હતી. તેમાંથી મોટા ભાગની કંપનીઓને કારણદર્શક નોટિસ ફટકારીને સરકારે સંતોષ માન્યો હતો. રાજ્યના વન અને પર્યાવરણ વિભાગે આ કબૂલાત કરી છે. બીજી તરફ પર્યાવરણીય નિયમોની ઐસીતૈસી કરતા ૩,૮૨૫ ઉદ્યોગો સામે ફરિયાદો મળી હતી.આ પ્રકારની ફરિયાદોમાં વધારો થઈ રહ્યો છે. વર્ષ ૨૦૨૦-૨૧માં ૯૮૭, ૨૦૨૧-૨૨માં ૧,૨૪૧ અને ૨૦૨૨- ૨૩માં ૧૫૯૭ ફરિયાદો મળી હતી. આવા કિસ્સામાં પણ લીગલ નોટિસ અને નિર્દેશો આપીને તંત્રે સંતોષ માન્યો હતો. વર્ષ ૨૦૨૨-૨૩ના અરસામાં અમદાવાદમાં જ આવાં એકમો સામે ૧૯૯, વડોદરામાં ૧૪૩, રાજકોટમાં ૧૩૯ અને ભરૂચમાં ૧૦૫ ફરિયાદો મળી હતી.વર્ષ ૨૦૨૨-૨૩માં ૫૦ કંપનીઓ એન્વાયરમેન્ટ ક્લિયરન્સ સર્ટિફિકેટ વગર જ ધમધમતી હતી, જે પૈકી ૨૦ કિસ્સામાં કારણદર્શક નોટિસ અપાઈ હતી. એ પછી ૧૪ લીગલ નોટિસ ઇશ્યુ કરાઈ હતી. ૪ કિસ્સામાં નોટિસ ઑફ ડાયરેક્શનના કૉર્ટ કેસ કરાયા હતા. તે અત્યારે કાર્યવાહી હેઠળ છે.કંપનીઓ સામે પર્યાવરણીય કાયદાઓ હેઠળ એકથી વધુ પગલાં ભરાયાં છે. છેલ્લાં ત્રણ વર્ષમાં ૫૪ કૉર્ટ કેસ થયા છે. અગાઉના વર્ષ ૨૦૨૧-૨૨માં ૯ અને વર્ષ ૨૦૨૦-૨૧માં કંપનીઓ વિરુદ્ધ ૩૮ કૉર્ટ કેસ કરાયા હતા. વર્ષ ૨૦૨૧-૨૨ના અરસામાં ૨૭ કંપનીઓને નોટિસ, બે કંપનીઓને નોટિસ ઓફ ડાયરેક્શન, ૧૫ કંપનીઓને ડાયરેક્શન તથા ૧૦ કિસ્સામાં લીગલ નોટિસ ઇશ્યુ કરવામાં આવી હતી.આ ઉપરાંત, વર્ષ ૨૦૨૦-૨૧માં ૧૬ કંપનીઓને કારણદર્શક નોટિસ ફટકારવામાં આવી હતી.પાંચ કિસ્સામાં નિર્દેશો આપતી નોટિસ ઈસ્યુ થઈ હતી. ૫૧ કિસ્સામાં ડાયરેક્શન અને ૧૬ કિસ્સામાં લીગલ નોટિસ ફટકારવામાં આવી હતી.પ્રદુષણ નિયંત્રણ વિભાગ નો ઍન્વાયરમેન્ટ ક્લિયરન્સ સર્ટિફિકેટ ધકતો ધંધો ચાલવો જોઈ એ તાજ છાપ સિગરેટ જેમ ધીમી બળતી ને વધુ લહેજત આપતી કાયદા નો અધકચરો અમલ અને અમલ થી બદનામ ભ્રષ્ટ તંત્ર પાસે બીજી અપેક્ષા પણ શું રાખી શકાય ? મૂડી રોકાણ ના નામે થતા વાયબ્રન્ટ સમીટ લાલ જાજમ પાથરી મળતો આવકાર પછી બીજા પરવાના ની શુ જરૂર ? છેલ્લા એક દસકા માં પાણી ના ભાવે જમીનો ની લ્હાણી અનેક અનેક સગવડો વિકાસ ની આંધળી દોટ માં અસંખ્ય કુદરતી પ્રાકૃતિક સંપદા પર્યાવરણ શુદ્ધ હવા પાણી નું સત્યાનાશ કરશે આવી ધેલશા થી ઉગરી જવા સને ૧૯૮૫ થી અનેક પ્રકાર ના પ્રતિબંધ અને સંશોધન પછી મૂળ સ્થિતિ એ ન પહોંચી શકતું બ્રિટન ઉંધે માથે અખતરા કરોડો ના કેપિટલ એસેટ બજેટ ખર્ચ રાંડ્યા પછી નું ડાપણ
નટવરલાલ જે ભાતિયા
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.