CBSEની ધો.૧૦-૧૨ની બોર્ડની પરીક્ષા ૧૫ ફેબ્રુઆરી- ૨૦૨૪ર્થી શરૂ થશે
CBSEની ધો.૧૦-૧૨ની બોર્ડની પરીક્ષા ૧૫ ફેબ્રુઆરી- ૨૦૨૪ર્થી શરૂ થશે
સેન્ટ્રલ બોર્ડ ઓફ સેકન્ડરી એજ્યુકેશન (CBSE) દ્વારા ધો.૧૦ અને ૧૨ની બોર્ડની પરીક્ષાના તારીખ જાહેર કરાઈ છે. જે મુજબ ધો.૧૦-૧૨ની પ્રેક્ટિકલ પરીક્ષા ૧લી જાન્યુઆરી-૨૦૨૪થી શરૂ થશે. થીયરી પરીક્ષા ૧૫ ફેબ્રુઆરીથી શરૂ થશે. ધો-૧૦-૧૨ની પ્રેક્ટિકલ પરીક્ષા ૧ જાન્યુઆરીથી શરૂ થશે. ધો-૧૦-૧૨ની બોર્ડની થિયરીની પરીક્ષાઓ ૧૫ ફેબ્રુઆરીથી શરૂ થશે. સ્કૂલોને પ્રેક્ટિકલ પરીક્ષાના ગુણ મોકલતી વખતે ખાસ તકેદારી રાખવા માટે પણ સુચના અપાઈ છે. અગાઉ ગુણ મોકલવામાં ભુલો થઈ હોવાનું બોર્ડના ધ્યાને આવતા તાકીદ કરવામાં આવી છે. બોર્ડની પરીક્ષામાં ૩૦ ટકા વેઈટેજ પ્રાયોગિક અને ૭૦ ટકા વેઈટેજ થિયરી પરીક્ષાઓનું રાખવામાં આવ્યું છે. CBSE બોર્ડ દ્વારા હાલમાં માત્ર પરીક્ષાની તારીખોની જ જાહેરાત કરી છે, પરંતુ પરીક્ષા અંગેનો વિગતવાર કાર્યક્રમ જાહેર કર્યો નથી.
રીપોર્ટર સી કે બારડ
મો : 7600780700
+917600780700
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.