ભાવનગર જિલ્લા ચૂંટણી અધિકારીશ્રી આર.કે. મહેતા એ વિધાનસભા મત વિસ્તારના બુથ પર ખાસ મતદાર યાદી સુધારણા ઝૂંબેશની કામગીરીનું નિરિક્ષણ કર્યું - At This Time

ભાવનગર જિલ્લા ચૂંટણી અધિકારીશ્રી આર.કે. મહેતા એ વિધાનસભા મત વિસ્તારના બુથ પર ખાસ મતદાર યાદી સુધારણા ઝૂંબેશની કામગીરીનું નિરિક્ષણ કર્યું


લોકસભાની આગામી સામાન્ય ચૂંટણીમાં મહત્તમ મતદારો સહભાગી થાય અને પોતાના મતાધિકારનો ઉપયોગ કરી શકે તે માટે તા. ૦૧લી જાન્યુઆરી, ૨૦૨૪ના રોજ ૧૮ વર્ષ પૂર્ણ કરનાર મતદારોનો સમાવેશ કરવા અને ક્ષતિરહિત અદ્યતન મતદાર યાદી તૈયાર કરવા માટે ભારતના ચૂંટણી પંચ દ્વારા મતદારયાદીની ખાસ સંક્ષિપ્ત સુધારણા ઝુંબેશ શરૂ કરવામાં આવી છે.

તા.૧/૧/૨૦૨૪ની લાયકાતની તારીખના સંદર્ભમાં ફોટાવાળી મતદારયાદીની ખાસ સંક્ષિપ્ત સુધારણાના કાર્યક્રમ અનુસાર તા.૨૩/૧૦/૨૦૨૩ થી તા.૯/૧૨/૨૦૨૩ સુધી હક્ક-દાવા અને વાંધા અરજીઓ રજૂ કરવાના સમયગાળા દરમિયાન તા.૫/૧૧/૨૦૨૩(રવિવાર), તા.૨૬/૧૧/૨૦૨૩(રવિવાર), તા.૩/૧૨/૨૦૨૩(રવિવાર) તથા તા.૯/૧૨/૨૦૨૩ (શનિવાર) ખાસ ઝુંબેશના દિવસો તરીકે યોજવા નક્કી થઇ આવેલ છે.

જે અન્વયે આજ તા.૦૫/૧૧/૨૦૨૩ના રોજ ભાવનગર જિલ્લાના જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેકટરશ્રી આર.કે.મહેતાના માર્ગદર્શન હેઠળ ખાસ ઝુંબેશના દિવસે જિલ્લાના તમામ મતદાન મથકો પર બી.એલ.ઓ.શ્રી હાજર રહી મતદારયાદી સંબંધિત નામમાં સુધારો, વધારો તથા કમી અંગેના ફોર્મ લેવા અંગેની કામગીરી કરેલ છે. તેમજ આ કામગીરીના નીરીક્ષણ તથા માર્ગદર્શન માટે જિલ્લા ચૂંટણી અધિકારી, નાયબ જિલ્લા ચૂંટણી અધિકારી, જિલ્લાના તમામ મતદાર નોંધણી અધિકારી (કુલ -9), મદદનીશ મતદાર નોંધણી અધિકારી (કુલ-૧૮), વધારાના મદદનીશ મતદાર નોંધણી અધિકારી (કુલ-૧૫) તથા તેમની ટીમ તેમજ સુપરવાઇઝરશ્રીઓએ (કુલ-૧૮૭) વિવિધ મતદાન મથકોની મુલાકાત લીધેલ તથા બી.એલ.ઓ.શ્રી દ્વારા કરેલ કામગીરીની ચકાસણી કરેલ હતી.

આ સમયગાળા દરમ્યાન નવા મતદારો માટે ફોર્મ-૨, મતદારયાદીમાંથી નામ કમી કરવા માટે ફોર્મ નં.૭ તથા મતદારયાદીમાં વિગતો / સરનામું બદલવા માટે ફોર્મ નં.૮ ભરી શકાશે. ફોર્મ સ્વીકારવાની કામગીરી આગામી તા.૦૯/૧૨/૨૦૨૩ સુધી શરૂ રહેશે.

રીપોટર- અશોક ચૌહાણ

ગારીયાધાર

ભાવનગર

99 781 28 943


9978128943
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.