૪-૧૧-૨૦૨૩ શનિવાર હિમતનગર. સૌરભ વિદ્યાલય , મહાવીરનગર હિમતનગર ખાતે બૅગ લેસ ડે અંતર્ગત ફૂડ ફેસ્ટિવલનું આયોજન.
૪-૧૧-૨૦૨૩
શનિવાર
હિમતનગર.
સૌરભ વિદ્યાલય , મહાવીરનગર હિમતનગર ખાતે બૅગ લેસ ડે અંતર્ગત ફૂડ ફેસ્ટિવલનું આયોજન.
તા :-૪/૧૧/૨૦૨૩ શનિવારના રોજ સૌરભ વિદ્યાલય મહાવીર નગર હિંમતનગર ખાતે નવી શિક્ષણ નીતિ ના બૅગ લેસ ડે અંતર્ગત “ફૂડ ફેસ્ટીવલ” નું આયોજન કરવામાં આવ્યું. જેમાં ધોરણ ૭, ૮ ના ૩૨વિધાર્થીઓ એ ભાગ લીધો હતો. દરેકે મળીને કુલ ૮ સ્ટોલ બનાવ્યા હતા. જેમા દાબેલી, સેન્ડવીચ, લીંબુ શરબત, પાણીપુરી, ભેળ, સલાડ, બટાકાપૌંઆ, મિક્સ કઠોળના સ્ટોલ બનાવવી સુંદર આયોજન થયું હતું. આ કાર્યક્રમમાં શાળાના આચાર્યશ્રી, ટ્રસ્ટીશ્રીઓ તથા શાળા પરિવાર દ્વારા પ્રોત્સાહક માર્ગદર્શન આપુયું હતું. ફુડ ફેસ્ટિવલ નો ૩૦૦ થી વધુ વિદ્યાર્થીઓ અને ૧૦૦ થી વધુ વાલીઓએ લાભ લીધો હતો. નિર્ણાયક વાલીશ્રી દ્વારા દરેક સ્ટોલના વિધાર્થીઓને ભેટ આપી પ્રોત્સાહિત કરાયા હતા. શાળા પરિવાર સૌનો અંતઃકરણ પૂર્વક ખુબ ખુબ આભાર વ્યક્ત કરે છે.
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.