લુણાવાડા તાલુકાના માખલિયા ગામના આર્મી જવાન રાજુભાઈ બારિયાને ગાર્ડ ઓફ ઓનર સાથે અંતિમ વિદાય અપાઈ
મહિસાગક જીલ્લાના લુણાવાડા તાલુકા માખલિયા ગામના આર્મી જવાન રાજુભાઈ બારિયાનુ માર્ગ અકસ્માત બાદ સારવાર દરમિયાન અવસાન થતા માદરે વતન ગાર્ડ ઓફ ઓનર સાથે અંતિમ વિદાય આપવામા આવી . આર્મી જવાનો,અધિકારીઓ,નિવૃત જવાનો પણ તેમની અંતિમયાત્રામા જોડાયા હતા.મહિસાગર જીલ્લાના લુણાવાડા તાલુકાના માખલિયા ગામના વતની રાજુભાઈ કેશરભાઈ બારિયા તેઓ ભારતીય આર્મીમાં ફરજ બજાવતા હતા.તેઓ રજા લઈ પોતાના વતન ખાતે આવ્યા હતા.તે સમયે લુણાવાડા- ગોધરાના વીરણીયા રોડ પર માર્ગ અકસ્માતનો ભોગ રાજુભાઈ બન્યા હતા.તેમને વધુ સારવાર માટે પુણેની આર્મી હોસ્પિટલ ખાતે લઈ જવામા આવ્યા હતા.જ્યા સારવાર દરમિયાન તેમનુ અવસાન થતુ હતુ.તેમના પાર્થિવદેહને મહિસાગરના માખલિયા ખાત લઈ જવામા આવ્યો હતો. અંતિમવિદાય આપવામા આવી હતી. જ્યા આર્મી જવાનો દ્વારા ગાર્ડ ઓફ ઓનર આપીને અંતિમ વિદાય આપવામા આવી હતી.તેમને અંતિમ વિદાય આપવા માટે આખુ માખલિયા ગામ હિબકે ચઢયું હતુ. અંતિમ વિદાયના લુણાવાડાના ધારાસભ્ય ગુલાબસિંહ ચૌહાણ અને પંચમહાલ લોકસભાના સાંસદ રતનસિંહ રાઠોડ સહિત રાજકીય આગેવાનો તેમજ માખલીયા તેમજ આસપાસના ગ્રામજનો મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા. પરિવારમાં પોતાના બે બાળકોને વિલાપ કરતા મુકી ગયા હતા.પરિવારજનોમાં પણ શોકનો માહોલ છવાયો હતો. અંતિમયાત્રામા ભારત માતાકી જય સહિતના સુત્રો પોકાર્યા હતા. તેમનો પાર્થિવદેહ પંચમહાભુતમા વિલીન થયો હતો.
9925468227
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.