અમરેલી તાલુકા કોંગ્રેસ પ્રમુખ મનીષ ભંડેરીએ સૌની યોજના અંતર્ગત ધારીનો ખોડીયાર ડેમ ભરવા મુખ્યમંત્રીશ્રી રજુઆત કરી. - At This Time

અમરેલી તાલુકા કોંગ્રેસ પ્રમુખ મનીષ ભંડેરીએ સૌની યોજના અંતર્ગત ધારીનો ખોડીયાર ડેમ ભરવા મુખ્યમંત્રીશ્રી રજુઆત કરી.


અમરેલી તાલુકા કોંગ્રેસ પ્રમુખ મનીષ ભંડેરીએ સૌની યોજના અંતર્ગત ધારીનો ખોડીયાર ડેમ ભરવા મુખ્યમંત્રીશ્રી રજુઆત કરી. કોંગ્રેસના યુવા નેતા અને અમરેલી તાલુકા કોંગ્રેસ સમિતિના પ્રમુખ મનીષભાઈ ભંડેરીએ મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ, અમરેલીના ધારાસભ્ય કૌશિકભાઈ વેકરીયા અને સિંચાઈ પેટા વિભાગ નંબર.૩ ના નાયબ કાર્યપાલક ઈજનેર ને પત્ર પાઠવી રજુઆત કરી છે કે અમરેલી જિલ્લાના ધારીમા આવેલ ખોડીયાર ડેમમાં સૌની યોજના અંતર્ગત પાણી ભરવામાં આવે જે થી કેનાલ મારફત આ વિસ્તારના કિસાનોને શિયાળુ અને ઉનાળુ પાક લઈ શકે. ખાસ કરીને આ વિસ્તારમાં આવેલ ખારાપાટ ના કિસાનોને પાણીનો વધુ લાભ મળે તો આવક સારી થઈ શકે. પત્રના અંતમાં આ રજૂઆતને ધ્યાનમાં લઈને ત્વરિત નિર્ણય લઈને જવાબદાર અધિકારીઓને સૂચના આપવામાં આવે એવી માંગ કરી છે.( અહેવાલ - અતુલ શુક્લ દામનગર અમરેલી.)


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.