રાજકોટમાં પશુ નિયંત્રણ કાયદાનાં અમલ માટે રાજ્ય સરકાર પાસે રૂ.36.60 કરોડની ગ્રાન્ટની માગ, કર્મચારીઓ માટે બોડીવોર્ન કેમેરાની દરખાસ્ત સામેલ
રાજકોટ મનપા ખાતે આજ રોજ સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન જયમીન ઠાકરની અધ્યક્ષતામાં સ્ટેન્ડિંગ કમિટીની બેઠક મળી હતી. જેમાં કુલ 24 દરખાસ્તો અંગે ચર્ચા કરવામાં આવી હતી અને જે તમામ 24 દરખાસ્તની ચર્ચાને અંતે મંજૂરી આપવામાં આવી છે. આજની બેઠકમાં કુલ 8.73 કરોડના વિકાસ કામોને મંજૂરી આપવામાં આવી છે. જેમાં નવા પશુ નિયંત્રણ કાયદાની અમલવારી સાથે ભવિષ્યમાં ઉભી કરવાની સુવિધાઓ હેતુ રાજ્ય સરકાર પાસેથી રૂ.36.60 કરોડની ગ્રાન્ટ માગવા મ્યુ. કમિશનરને દરખાસ્ત મોકલવામાં આવી છે. ગ્રાંટમાંથી નવી એનિમલ હોસ્ટેલથી માંડી કર્મચારીઓની સુરક્ષા અને પૂરાવા માટે બોડી વોર્ન કેમેરા, વાહનો પર કેમેરા સહિતની સિસ્ટમ વસાવવામાં આવશે.
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.