લાખોની હિરા-રોકડની ચોરીમાં ત્રણ તસ્કરો દબોચાયા: એકની રાજકોટ અને બેની સુરતથી ધરપકડ - At This Time

લાખોની હિરા-રોકડની ચોરીમાં ત્રણ તસ્કરો દબોચાયા: એકની રાજકોટ અને બેની સુરતથી ધરપકડ


રાજકોટમાં મવડી ચોકડી પાસે આવેલ સી.વી.ઇમપેક્સ નામના ડાયમંડના કારખાનામાંથી લાખોના હિરા અને રોકડની ચોરી કરી ત્રણ શખ્સો નાસી છૂટતાં ખળભળાટ મચી ગયો હતો અને શહેરભરની પોલીસ દોડતી થઈ હતી. બનાવ અંગે કારખાનાના માલિકે તાલુકા પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી.જેમાં તેને હિરા નં.12296 રૂ.55 લાખ અને રોકડ રૂ.8 લાખ મળી કુલ રૂ.63 લાખના મુદ્દામાલની ચોરી થયાનું જણાવતાં એલસીબી ઝોન-2 અને ક્રાઇમ બ્રાન્ચની ટીમે એક શકમંદને રાજકોટમાંથી દબોચી તેની પૂછપરછમાં અન્ય બે શખ્સોના નામ ખુલતાં બંનેને સુરતમાંથી તમામ મુદ્દામાલ સાથે દબોચી લઈ ચોરીનો ભેદ ઉકલવામાં સફળતા મળી હતી. ત્રણ તસ્કરમાંથી મુખ્ય સૂત્રધાર ઉપલેટાના વરજાંગજાળિયાનો ગામનો વતની હોવાનું ખુલ્યું હતું.
વધુમાંબનાવ અંગે મૂળ કાલાવડના નાનાવડાળા ગામના વતની અને હાલ માધાપર ચોકડી પાસે ધ સ્પેસ હાઇટ્સમાં રહેતાં મુકેશભાઇ ગોપાલભાઇ દુધાત્રા (ઉ.વ.39) એ નોંધાવેલ જણાવ્યું હતું કે, તેઓ મવડી ચોકડીથી બાપા સિતારામ ચોકની વચ્ચે આવેલ સ્વાગત આર્કેડ બીજા માળે રોયલ કલેક્શનની બાજુમા સી.વી.ઇમપેક્સ નામનુ ડાયમંડનું કારખાનુ છેલ્લા ત્રણ વર્ષ થી ચલાવે છે. કારખાનામાં દેખરેખ પિયુષભાઇ ભરતભાઇ નડીયાપરા રાખે છે હાલમાં દીવાળીની સિઝન હોવાથી કારખાનુ સવારે સાડા પાંચની આસપાસ ખોલે છે અને બંધ સાંજે આઠ વાગ્યે કરે છે. કારખાનામાં હાલ 40 કારીગરો કામ કરે છે અને તેઓ કારખાનાનો નાણાકીય વહીવટ સંભાળે છે.
ગઇ તા.01/11/2023 ના બુધવાર હોય જેથી કારખાનુ સાંજના છ વાગ્યે કારીગરો જતાં રહેલ હતા અને કારખાનુ આઠેક વાગ્યે બંધ કરી દીધુ હતુ. ઓફીસના લોકની તથા નીચે સટરના તાળાની ચાવી તેઓની તથા પિયુષભાઇ પાસે રહે છે. ગઈકાલે સવારે સાડા પાંચેક વાગ્યે કારખાનાની દેખરેખ રાખતા પિયુષભાઇ નડીયાપરા કારખાને ગયેલ હતા ત્યારે કારખાનાનુ સટર થોડુ ખુલેલ હોય જેથી શટર ખોલી ઉપર કારખાનામા જતા ઓફીસના દરવાજાનો લોક તુટેલ હોય જેથી તેઓએ ફરિયાદીને ફોન કરેલ કે, આપણા કારખાનામાં લોક છે અને તિજોરી તુટેલ છે. જેથી ફરિયાદી તાબડતોડ કારખાને દોડી આવી તપાસ કરતાં ઓફીસનો લોક અને લોખંડની તિજોરીનુ હેન્ડલ તુટેલ હતુ. તિજોરી ખોલતા તેમાં રાખેલ રૂ.આઠ લાખ તથા કારખાનામાં કામ કરવા રાખેલ હીરા નં.12294 જેનો વજન 123.57 કેરેટ જેની કિંમત રૂ.5580300 તિજોરીમાં રાખેલ હતા. જે અજાણ્યાં તસ્કરો તિજોરી તોડી રોકડ અને હિરા મળી કુલ રૂ.63.80 લાખના મુદામાલની ચોરી કરી નાસી છૂટ્યા હતાં.
વધુમાં ફરિયાદીએ જણાવ્યું હતું કે, કારખાનાની તિજોરીમાં રાખેલ તે કારખાનાના નફાના રૂપીયા હતા અને કારીગરોને જ્યારે જરૂર પડે ત્યારે તેમાથી આપતા હતા.તેમજ તા.26/10/2023 પછીના આ હીરા સુરતથી અમારી કંપની સી.વી.ઇમ્પેક્ષમાંથી આવેલ હતા અને રોજેરોજ કાચા હીરા આવતા હોય તેમજ તૈયાર હીરા અમો મોકલી આપી અને બાકી રહેતાં હીરા તિજોરીમાં રાખતાં હતાં.
બનાવ અંગેની ફરિયાદીએ તાબડતોબ પોલીસને જાણ કરતાં તત્કાળ ડીસીપી, એસીપી સહિતના અધિકારીઓ ઘટનાસ્થળે દોડી ગયેલ હતાં. તેમજ એલસીબી, ક્રાઇમ બ્રાન્ચ અને સ્થાનિક પોલીસની જુદી-જુદી ટીમોએ સીસીટીવી કેમેરા જોવાનું શરૂ કરતાં જાણવા મળ્યું હતું કે, લાલ કલરના બાઈક ઉપર આવેલા બે તસ્કરોએ ચોરી કરી છે. આ બંને તસ્કરો ગઈકાલે રાત્રે 1.38 વાગ્યે કારખાને આવ્યા બાદ આરામથી ચોરી કરી પરોઢીયે 4.07 વાગ્યે રવાના થયા હતા. એક તસ્કર બહાર વોચ રાખીને ઉભો હતો જયારે જેથી શટર ખોલી તત્કાળ કારખાનામાં બીજો તસ્કર ચોરી કરવા ઘુસ્યો હતો.
તેણે ફાયર પ્રુફ અને ખુબજ મજબુત ગણાતી તિજોરીને ડ્રીલ કટરની મદદથી તોડી ચોરી કર્યાની સંભાવના દર્શાવાય છે. આજ કારણથી ચોરી કરવામાં અંદાજે કલાક જેવો સમય લાગ્યો હતો.
લાલ કલરના બાઈક નંબરના આધારે પોલીસની જુદી-જુદી ટીમોએ તપાસ કરતાં એક તસ્કરની ઓળખ મળી ગઈ હતી. જેની આકરી પૂછપરછ બાદ પોલીસની ટીમોએ તપાસ આગળ ધપાવી હતી. તેમજ અન્ય બે તસ્કરોને સુરતથી એલસીબી ઝોન-2 અને ક્રાઇમ બ્રાન્ચની ટીમે દબોચી લીધાં હતા. જેમાં એક આરોપીનું નામ પરેશ મુંગલપરા છે અને તે ઉપલેટાના વરજાંગજાળિયાનો વતની છે. બંને આરોપીઓને રાત્રે રાજકોટ લઈ આવવા તજવીજ શરૂ કરાઈ છે.


9879405838
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.