ધંધુકામાં રૂ.૧૦ની નોટની તીવ્ર અછતને કારણે દુકાનદારોને મુશ્કેલી. - At This Time

ધંધુકામાં રૂ.૧૦ની નોટની તીવ્ર અછતને કારણે દુકાનદારોને મુશ્કેલી.


ધંધુકામાં રૂ.૧૦ની નોટની તીવ્ર અછતને કારણે દુકાનદારોને મુશ્કેલી.

ધંધુકા તાલુકા વિકાસ મંચ દ્વારા આરબીઆઈ, એસબીઆઈ ને રજૂઆત

અમદાવાદ જીલ્લા ના ધંધુકા શહેરમાં છેલ્લા ઘણા દિવસોથી રૂ.૧૦ ની નોટની તીવ્ર અછતને કારણે દુકાનદારો, શાકભાજી તેમજ અન્ય ચીજવસ્તુ વેચતા રેકડી ધારકો,ફેરિયા તેમજ લોકો રૂ.૧૦ ની નોટોની અછત ને કારણે ખૂબ પરેશાન છે. ગ્રાહકો ચીજ વસ્તુ ખરીદવા રૂ.૧૦૦ કે તેથી વધુની નોટ આપે તો બાકીના નાણા પરત આપવા રૂ.૧૦ ની નોટના અભાવે અન્ય વધુ ચીજ ખરીદી મેળ કરવો પડે છે.આમ નાણા અને સમયનો દુર્વ્યય થાય છે.રૂ ૧૦ ના ધાતુના સિક્કા ખિસ્સા વજનને કારણે તેમજ અન્ય કારણો ધાતુના સિક્કા લોકો ઈચ્છતા નથી.રૂ.૧૦ ની નોટોની ભલે અન્ય સેંટરમાં અછત હશે.પણ ધંધુકામાં અછત ખૂબ વધુ છે. અનેક લોકોની આ મુશ્કેલી ને લક્ષમાં લઈ તંત્રએ તાત્કાલિક ઘટતું કરવું જોઈએ.રૂ.૧૦ ની નોટો માટે અનેક લોકો બેંકોમાં

પૃચ્છા કરી રહ્યા છે.આ અંગે ધંધુકા તાલુકા વિકાસ મંચના માનદમંત્રી નવીનભાઈ ઠક્કરએ રીઝર્વ બેંક ઓફ ઈન્ડિયાના જનરલ મેનેજરને ધારદાર રજૂઆત સાથે ધંધુકાની સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયાના મેનેજરને પણ રજૂઆત કરી છે.

રીપોર્ટર સી કે બારડ

મો : 7600780700


+917600780700
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.