રાજકોટમાં રૂ.1.70 લાખના 1.62 લાખ ચૂકવ્યા છતાં વ્યાજખોરે પ્રૌઢની કાર-બાઈક પડાવી લીધી, પોલીસે તપાસ હાથ ધરી - At This Time

રાજકોટમાં રૂ.1.70 લાખના 1.62 લાખ ચૂકવ્યા છતાં વ્યાજખોરે પ્રૌઢની કાર-બાઈક પડાવી લીધી, પોલીસે તપાસ હાથ ધરી


વ્યાજખોરીના દુષ્ણને ડામવા પોલીસ લોકદરબાર સહિતના કાર્યક્રમો થયા, છતાં વ્યાજ વસૂલનાર આવા શખસોને કાયદાનો કોઈ ડર જ ન હોય તેમ વ્યાજની પઠાણી ઉઘરાણી કરતા સહેજ પણ ખચકાટ અનુભવતા નથી. શહેરના આનંદનગર કોલોની વિસ્તારમાં રહેતા પ્રૌઢ આનંદનગર ક્વાર્ટરમાં રહેતા શખસ પાસેથી રૂપિયા 1.70 લાખ વ્યાજે લીધા બાદ રૂ.1.62 લાખની રકમ ચૂકવી દીધી હતી. છતાં આ શખસ હજુ રૂપિયા 1.20 લાખની પઠાણી ઉઘરાણી કરી પ્રૌઢની કાર અને બાઈક બળજબરીથી પડાવી ગયો હતો તેમજ તેને ધમકી આપતા કંટાળી પ્રૌઢે ફરિયાદ નોંધાવી હતી.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.