ગ્લોબલ કન્ફેડરેશન ઓફ કાઉ બેઝ્ડ ઈન્ડસ્ટ્રી (જી.સી.સી.આઇ.) દ્વારા “ગોકુલમ્ – ગૌ આધારિત અર્થવ્યવસ્થા લાઈવ વેબિનાર સિરીઝ”માં 18 માં વેબીનારનું આયોજન
ગ્લોબલ કન્ફેડરેશન ઓફ કાઉ બેઝ્ડ ઈન્ડસ્ટ્રી (જી.સી.સી.આઇ.) દ્વારા "ગોકુલમ્ – ગૌ આધારિત અર્થવ્યવસ્થા લાઈવ વેબિનાર સિરીઝ”માં 18 માં વેબીનારનું આયોજન
4 નવેમ્બર, શનિવારે સવારે 11 વાગ્યે ખબર અપડેટ મીડિયા હાઉસનાં ચીફ એડિટર, ગૌ અને પર્યાવરણ પ્રેમી હેમ શર્મા માર્ગદર્શન આપશે.
વિશ્વમાં પ્રથમ વખત ગ્લોબલ કન્ફેડરેશન ઓફ કાઉ બેઝ્ડ ઈન્ડસ્ટ્રી (જી.સી.સી.આઇ.) ગૌ સંવર્ધન પર આધારિત એક કાર્યક્રમ અને ગૌ આધારિત જીવન અને અર્થવ્યવસ્થાને સમર્પિત વ્યક્તિત્વ સાથેના સંવાદોની શ્રેણી તરીકે લાઈવ વેબિનાર ‘ગોકુલમ - ગૌ આધારિત અર્થવ્યવસ્થા સિરીઝ’નું આયોજન થયું છે. આ વેબિનાર સિરીઝ ગૌ સંવર્ધન, ગૌ રક્ષણ, ગૌ આધારિત અર્થ વ્યવસ્થાના પુન:નિર્માણ પર ધ્યાન કેન્દ્રિત કરે છે. આ મહત્ત્વપૂર્ણ વેબિનાર હેઠળ, ગૌ સંવર્ધન અને ગૌ આધારિત જીવન અને અર્થવ્યવસ્થા પર નિષ્ણાંત, રાષ્ટ્રીય, આંતર રાષ્ટ્રીય વક્તાઓ માર્ગદર્શન આપે છે. ગોકુલમ – 18 માં ખબર અપડેટ મીડિયા હાઉસનાં ચીફ એડિટર, ગૌ અને પર્યાવરણ પ્રેમી હેમ શર્મા માર્ગદર્શન આપશે.
હેમ શર્માના સાર્વજનિક જીવનની શરૂઆત ગાય સંરક્ષણના આંદોલનથી થઈ હતી. કોઈ ધના શેઠે ભીનાસરમાં સાડા પાંચ હજાર ચોરસ પર વ્યાપારી દૃષ્ટિકોણથી હજારો નીલગિરીના વૃક્ષો વાવ્યા. ગોચરમાં ઘાસચારાને બદલે વૃક્ષો ન વાવવાના મુદ્દે તેઓ વિદ્યાર્થી જીવનમાં જ આંદોલનનો હિસ્સો બન્યા. B.Sc., M.Com પૂર્ણ કર્યા બાદ, તેમણે 1986માં રાજસ્થાન પત્રિકામાંથી પત્રકારત્વની સફર શરૂ કરી. આ સમયગાળા દરમિયાન તેમણે દેશ અને રાજ્યમાં ઘણી જગ્યાએ કામ કર્યું. મેગેઝિનમાં ડેપ્યુટી એડિટર, સિનિયર ડેપ્યુટી એડિટર, ચીફ ડેપ્યુટી એડિટર, ડેપ્યુટી ન્યૂઝ એડિટર અને ન્યૂઝ એડિટરની પોસ્ટ પર કામ કર્યું. તેમણે પત્રકારત્વ ક્ષેત્રે રાજ્ય સ્તરીય, પ્રાદેશિક અને મેગેઝિન સંસ્થાઓ તરફથી 11 પુરસ્કારો મેળવ્યા. તેમના દ્વારા ‘હરિયાલો રાજસ્થાન’ અભિયાનમાં લોકોના સહયોગથી હજારો વૃક્ષોનું વાવેતર કરવામાં આવ્યું હતું. તેઓ હાલમાં ખબર અપડેટ મીડિયા હાઉસમાં ચીફ એડિટર તરીકે કાર્યરત છે. 2016 થી ‘રાજસ્થાન ગો સેવા પરિષદ’નાં પ્રમુખ તરીકે, તેઓ દેશમાં ગાય સંરક્ષણને પ્રોત્સાહન આપવા માટે ગાયના છાણ અને મૂત્રના વ્યવસાયિક ઉપયોગના મુદ્દા પર અભિયાન ચલાવી રહ્યા છે. દેશનાં 13 રાજ્યોમાંથી 168 સંસ્થાઓ રાજસ્થાન ગો સેવા પરિષદ સાથે સંકળાયેલી છે.
આ વેબિનાર 4 નવેમ્બરે, શનિવારનાં રોજ સવારે 11 કલાકે ગ્લોબલ કન્ફેડરેશન ઓફ કાઉ બેઝ્ડ ઈન્ડસ્ટ્રી (જી.સી.સી.આઇ.)નાં ફેસબુક પેઈજ ‘ઓફીશીયલ જી.સી.સી.આઇ’ તેમજ યુ ટ્યુબ ચેનલ ‘ગ્લોબલ કાઉ ફેડરેશન’ પર લાઈવ કરવામાં આવશે. વેબિનારનું સંચાલન શ્રીમતી શતાબ્દી પાંડે કરશે. સમગ્ર "ગોકુલમ્ – ગૌ આધારિત અર્થવ્યવસ્થા લાઈવ વેબિનાર સિરીઝ”નાં કાર્યક્રમો અને ગૌસેવા પ્રવૃતિઓમાં ગ્લોબલ કન્ફેડરેશન ઓફ કાઉ બેઝ્ડ ઈન્ડસ્ટ્રી (જી.સી.સી.આઇ.)નાં સંસ્થાપક ડૉ. વલ્લભભાઇ કથીરિયાનું માર્ગદર્શન મળતું રહે છે.
વિશેષ માહિતી માટે મિતલ ખેતાણી (મો.9824221999), પુરીશ કુમાર (મો.8853584715), અમિતાભ ભટનાગર (મો.8074238017) નો સંપર્ક કરવા યાદીમાં જણાવ્યું છે.
રિપોર્ટ નટવરલાલ જે ભાતિયા
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.