ચેમ્બર ઓફ કોમર્સ દામનગરનાં આગેવાનોએ ૫,૧૦,૨૦ અને ૫૦ ની નવી નોટ ગ્રાહકોને આપવા બંને બેન્કોના મેનેજરોને આવેદન પત્ર પાઠવ્યું. - At This Time

ચેમ્બર ઓફ કોમર્સ દામનગરનાં આગેવાનોએ ૫,૧૦,૨૦ અને ૫૦ ની નવી નોટ ગ્રાહકોને આપવા બંને બેન્કોના મેનેજરોને આવેદન પત્ર પાઠવ્યું.


ચેમ્બર ઓફ કોમર્સ દામનગરનાં આગેવાનોએ ૫,૧૦,૨૦ અને ૫૦ ની નવી નોટ ગ્રાહકોને આપવા બંને બેન્કોના મેનેજરોને આવેદન પત્ર પાઠવ્યું. ઘણા સમયથી રાષ્ટ્રીય કૃત બેન્કો દ્વારા ગ્રાહકોને રૂ.૫ થી લઈને રૂ.૫૦ ની નોટ આપવામાં આવતી ન હોય બજારોમાં લેવડ - દેવડમાં મુશ્કેલી પડી રહેતી હોય આજે તા.૦૨-૧૧-'૨૩ ના રોજ ચેમ્બર ઓફ કોમર્સ દામનગરના પ્રમુખ પ્રિતેશ નારોલા અને વેપારી મિત્રોએ દામનગર શહેરમાં આવેલ સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયા અને બેન્ક ઓફ બરોડાના મેનેજરોને આપેલ આવેદન પત્રમાં રજુઆત કરી છે કે એક બે ૫,૧૦,૨૦ અને રૂ.૫૦ ની નવી નોટ દરેક વેપારી મિત્રો અને ગ્રાહકોને આપવામાં આવે જેથી તાત્કાલિક અસરથી દિવાળીના દિવસોમાં વપરાશકર્તાઓને સરળતા રહે.બંને બેંકના મેનેજરોએ જણાવ્યું હતું કે રૂ.૧૦ અને રૂ.૨૦ ના સિક્કા ચલણમાં શરૂ હોય વેપારીઓ અને ગ્રાહકો સ્વીકારે તો વેપારીઓને વેપાર થાય અને ગ્રાહકોને ચીજ - વસ્તુ મળી રહે.એક અંદાજ મુજબ ફક્ત દામનગર શહેરમાં રૂ ૧૦ ના સિક્કા દસેક લાખ ( ટોટલ) હશે.. છ વર્ષ પહેલાં આપવામાં આવેલા રૂ ૧૦ ના સિક્કા કાટ ખાઈ ગયા છે...રિઝર્વ બેન્ક દ્વારા આપવામાં આવેલા રૂ.૧૦ ના સિક્કા ખોટી અફવાના કારણે બજારમાં લેવાતાં ન હોય કેવું વિચિત્ર લાગે..( અતુલ શુક્લ.)


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.