PGVCL ની દબંગાઈ સામે ખેડૂતો નેતા રાજુભાઈ કરપડાની આગેવાનીમાં ધારદાર રજૂઆત કરી અધિકારીઓને ખુલ્લા પાડવામાં આવ્યા હતા. - At This Time

PGVCL ની દબંગાઈ સામે ખેડૂતો નેતા રાજુભાઈ કરપડાની આગેવાનીમાં ધારદાર રજૂઆત કરી અધિકારીઓને ખુલ્લા પાડવામાં આવ્યા હતા.


સાયલાના ધજાળા ગામે PGVCL ટીમ ચેકિંગ દ્વારા 14 ખેડૂતોને ખોટી રીતે દંડ ફટકારવામાં આવ્યો હતો.
જેના વિરોધમાં મજબૂત પુરાવા સાથે રાજુભાઈ કરપડાની આગેવાનીમાં સુરેન્દ્રનગર અધિક્ષક ઇજનેર તેમજ લીમડી કાર્યપાલક ઇજનેરને ધારદાર રજૂઆત કરવામાં આવી આ તકે મયુરભાઈ સાકરીયા સહિત આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા અધિક્ષક દ્વારા 20 દિવસનો સમય માંગવામાં આવ્યો છે 20 દિવસમાં જો ખેડૂતોને ન્યાય નહીં મળે તો આગામી દિવસોમાં પરિવાર સાથે ખેડૂતો ધરણા પ્રદર્શન કરશે અધિકારીઓને પણ શરમ આવે એવો સૌથી મોટો સવાલ એ હતો કે વીજચોરી કરતા ખેડૂતને બતાવ્યા છે એમાના 5 વ્યક્તિને બિલકુલ જમીન જ નથી એટલે કે ખેડૂત જ નથી તો પણ ખેતીમાં વીજચોરી કરતા બતાવવામાં આવ્યા સાથે જ જે ટ્રાન્સફોર્મરમાંથી ચોરી કરતા બતાવવામાં આવ્યા એ ટ્રાન્સફોર્મર 2 મહિનાથી બળી ગયેલી હાલતમાં છે તો ચોરી કેમ થાય? આ બધા સવાલની જવાબ એક જ છે કે રાજકીય હાથો બની અધિકારીઓ કામ કરી રહ્યા છે.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.