સોમનાથ મંદિરથી સમયાંતરે એક બસ ભકતોને રામ મંદિર સુધી લઈ જશે. ભકતો માટે શ્રી રામ મંદિરમાં રામ નામ લખવા માટે તૈયાર કરાયેલા વિશેષ પુસ્તકો અને
મોટી સંખ્યામાં ભક્તોને રામ નામ લેખન યજ્ઞનો લાભ મળે તે માટે શ્રી સોમનાથ મંદિરથી સમયાંતરે એક બસ ભકતોને રામ મંદિર સુધી લઈ જશે. ભકતો માટે શ્રી રામ મંદિરમાં રામ નામ લખવા માટે તૈયાર કરાયેલા વિશેષ પુસ્તકો અને લેખનીની વ્યવસ્થા કરવામાં આવી છે. આ ઉપરાંત પણ ટ્રસ્ટ દ્વારા મંત્ર લેખન મહાયજ્ઞ માટે તમામ આનુસંગિક વ્યવસ્થાઓ કરવામાં આવી છે. શ્રી રામનામ મંત્ર લેખન યજ્ઞમાં લેખન સેવા આપનાર દરેક ભક્તને ભગવાનના પ્રસાદ સ્વરૂપે ભોજન પ્રસાદ કરાવવા માટે પણ અલાયદી વ્યવસ્થા કરવામાં આવી છે.
ત્યારે ભકતો દ્વારા સોમનાથ ખાતે શ્રી રામ મંદિરમાં રામનામ લખવામાં આવેલ પુસ્તકો સનાતન ધર્મના અખંડ આસ્થાના બે મુખ્ય કેન્દ્ર સોમનાથ અને અયોધ્યાની ઐતિહાસિક યાત્રાના સાક્ષી બનશે. ભકતો દ્વારા લખાયેલ રામનામ શ્રી રામ મંદિર અયોધ્યામાં પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવમાં સમર્પિત કરવામાં આવશે. અને ભક્તોનું લેખન પુણ્ય ભારતના ભાગ્યોદયનું સાક્ષી બનશે.
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.