આરોપી સામે પાસા હેઠળ ગુનો નોંધવા રજૂઆત કરાઇ
અમિયાપુર ગામમાં રહેતા બાપ- દિકરો ખુલ્લેઆમ તેના ઘરમાં વરલી મટકાનો જુગાર રમાડી રહ્યા છે. અનેક વખત બાપ બેટા સામે વરલી મટકા રમાડવા બાબતેના ગુના નોંધાયેલા છે. ત્યારે વોર્ડ નંબર 11ના ભાજપના ઉપપ્રમુખ દ્વારા આ અસામાજિક પ્રવૃતિ બંધ કરાવવા બાયો ચડાવવામાં આવી છે. રાજ્યના પોલીસ વડા, રેંન્જ આઇજી, જિલ્લા પોલીસ વડા અને સ્થાનિક પોલીસ ઇન્સ્પેક્ટરને આ બાબતે રજૂઆત કરી બંને આરોપીઓ સામે પાસા એક્ટ હેઠળ કાર્યવાહી કરવા માંગ કરી છે.
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.