હળવદમાં પારિવારિક ઝઘડાની બોલાચાલીમાં દંપતી ઉપર હુમલો: ૬ સામે ફરિયાદ નોંધાઈ
હળવદના ભવાનીનગર ઢોરા પાસે ઝુપડામાં રહેતા દંપતી સાથે તેની બાજુમાં ઝુપડામાં રહેતા નાનાજી, માસાજી, માસીજી સાથે પતિ સાથે છૂટું કરવાનું કહી બોલાચાલી થઇ હતી જે ઝઘડાનો ખાર રાખી હળવદના હરિકૃષ્ણધામ સામે રોડ ઉપર દંપતી ઉપર માસીજી સહિતના ચાર શખ્સો દ્વારા ઢીકાપાટુનો માર મારી છરી બતાવી જાનથી મારી નાખવાની ધમકી આપતા હળવદ પોલીસ મથકમાં ઉપરોક્ત બાબતે છ શખ્સો સામે ફરિયાદ નોંધાવતા પોલીસે હાલ પાંચ આરોપીની અટક કરી એક આરોપીને પકડી પાડવા ચક્રો ગતિમાન કર્યા છે.
મળતી માહિતી અનુસાર હળવદના ભવાનીનગર ઢોરા પાસે રહેતા જયાબેન હરેશભાઇ રતુભાઇ તુવરીયાએ આરોપી કેસાભાઇ બબાભાઇ કોરી, સીતાબેન કેસાભાઇ કોરી, જીતુ કેસાભાઇ કોરી, સુનિલ કેસાભાઇ કોરી, ભાવેશ કેસાભાઇ કોરી રહે-બધા-હાલ-હળવદ ભવાનીનગર ઢોરો લાંબી ડેરી ઝુપડામા પાટા પાસે હાલ રહે હનુમાન મઢી રાજકોટ, શાંતિલાલ ખુશાલભાઈ રહે.ધ્રાંગધ્રા વિરુદ્ધ હળવદ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી કે આ કામના આરોપીઓએ ફરિયાદી જયાબેનના પતી સાથે છુટુ કરવાની બાબતે બોલાચાલી કરી ગાળો આપી તેમજ આરોપી નં –સીતાબેન, જીતુભાઇ, સુનિલભાઈ, ભાવેશભાઈએ એક સાથે મળી હળવદના હરિકૃષ્ણધામ મંદિર સામે ફરિયાદી જયાબેન અને તેના પતિની સાથે બોલાચાલી કરી ગાળો આપી શરીરે ઢીકાપાટુનો મૂંઢ માર મારી આરોપી જીતુભાઈએ છરી બતાવી જતા જતા ગાળો આપી મારી નાખવાની ધમકી આપી આજુબાજુમાં માણસો ભેગા થઇ જતા ભાગી ગયાની ફરિયાદ નોંધાવતા હળવદ પોલીસે ફરિયાદના આધારે કુલ છ આરોપીઓ સામે ગુન્હો નોંધી પાંચ આરોપીની ધરપકડ કરી છે, જયારે એક આરોપી શાંતિલાલ ખુશાલભાઈની અટક કરવા પર બાકી હોય જેથી તેને પકડવાની તજવીજ હાથ ધરી છે.
રિપોર્ટ રમેશ ઠાકોર હળવદ
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.