પાણી ગરમ મુકતી વેળાએ હિટરમાંથી વિજશોક લાગતાં નવોઢાનું મોત
નવાગામ રંગીલામાં ગઈ મોડી રાતે પાણી ગરમ મુકતી વેળાએ હિટરમાંથી વિજશોક લાગતાં 23 વર્ષીય નવોઢાનું કમકમાટીભર્યું મોત નિપજતાં પરિવારમાં અરેરાટી વ્યાપી ગઈ હતી.
પ્રાપ્ત વિગત મુજબ, નવાગામ રંગીલામાં આવેલ આંગણવાડી શેરીમાં રહેતી કિંજલબેન જયેશભાઇ પરમાર (કોળી),(ઉ.વ.23) નામની નવોઢા ગઈકાલે રાતે 11 વાગ્યાની આસપાસ પોતાના ઘરે નાહવા માટે ગરમ પાણી હિટરમાં મુક્ત હતાં.
ત્યારે અચાનક જ વિજશોક લાગતાં તેઓ બેભાન થઈ પટકાયા હતાં. જેઓને પરિવારજન દ્વારા સારવારમાં અત્રેની સિવિલ હોસ્પિટલને ઇમરજન્સી રૂમમાં ખસેડવામાં આવ્યા હતાં.
જ્યાં ફરજ પરના તબીબોએ તપાસી નવોઢાને મૃત જાહેર કર્યા હતાં. બનાવ અંગે સિવિલ ચોકીના સ્ટાફે જાણ કરતાં કુવાડવા રોડ પોલીસ મથકનો સ્ટાફ દોડી આવ્યો હતો અને જરૂરી કાગળો કરી મૃતદેહને પીએમ અર્થે ખસેડયો હતો.
વધુમાં મળેલ વિગત મુજબ, મૃતકના લગ્ન એક વર્ષ પહેલાં નવગામમાં ઇમિટેશનનું કામ કરતાં જયેશભાઇ સાથે થયાં હતાં. તેમના માવતર બોટાદનું ગોડકા ગામે રહે છે. બનાવથી પરિવારમાં કલ્પાંત સાથે ગમગીની છવાઈ હતી.
9879405838
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.