પ્લાયવુડની ફેકટરીમાં ભીષણ આગ: દોઢ કરોડનો માલ બળીને ખાખ - At This Time

પ્લાયવુડની ફેકટરીમાં ભીષણ આગ: દોઢ કરોડનો માલ બળીને ખાખ


હિરાસર એરપોર્ટ પાસે આવેલ ગજાનન વુડક્રાફટ નામની પ્લાયવુડની ફેકટરીમાં મોડી રાતે એકાએક ભીષણ આગ લાગતા આગે વિકરાળ સ્વરૂપ ધારણ કરતા અંદાજીત રૂા.દોઢ કરોડનો માલ બળીને ખાખ થઈ ગયો હતો. ફાયરબ્રિગેડની ટીમે ચાર કલાકની જહેમતના અંતે આગ પર કાબુ મેળવી જાનહાની ટાળી હતી.
આગની પ્રાપ્ત વિગત મુજબ હિરાસર એરપોર્ટ પર આવેલ ગજાનન વુડક્રાફટ નામની પ્લાયવુડ ફેકટરીમાં મોડી રાતે અઢી વાગ્યાની આસપાસ શેડમાં એકાએક આગ ભભુકી ઉઠી હતી. આગે વિકરાળ સ્વરૂપ ધારણ કરી લેતા શેડમાં આગ લાગી હતી. તે ફેકટરીના બીજા શેડને પણ ઝપેટમાં લઈ લેતા આગના લબકારા દુર દુર સુધી જોવા મળ્યા હતા.
બનાવ અંગે જાણ થતા ફેકટરીના માલીક ગીરીભાઈ રૂઘાણી દોડી ગયા હતા. અને ફાયરબ્રિગેડને જાણ કરતા ફાયરબ્રિગેડની ટીમ દોડી ગઈ હતી અને દસ ટેન્કર પાણીનો મારો ચલાવી ચાર કલાકની જહેમતના અંતે આગ પર કાબુ મેળવી જાનહાની ટાળી હતી.
આગની ઘટનામાં ફેકટરીના શેડમાં રહેલ રોમટીરીયલ્સ, વાયરીંગ, પ્લાયવુડ બનાવવાના મશીન, પોલી કાર્બોનેટ મોટર, સીસીટીવી, તેમજ સ્ટાટર અને ક્ધવેયર બીબા સહીતનો માલ બળીને ખાખ થઈ જતા અંદાજીત રૂા.દોઢ લાખનું નુકશાન થયાનું સામે આવ્યું હતું.
આગની ઘટનામાં આગ પર કાબુ મેળવવા કનકરોડ, ફાયરબ્રિગેડના અધિકારી જોબનપુત્રા, ડ્રાઈવર કમલેશભાઈ લાલજીભાઈ અજયભાઈ કમલેશભાઈ વિકાસભાઈ મહેન્દ્રસિંહ ધર્મેશભાઈ તેમજ બેડીપરા ફાયરબ્રિગેડના ઈમરાનભાઈ અરબાજભાઈ રસીકભાઈ અને મહેશભાઈએ કામગીરી કરેલ હતી.


9879405838
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.