PGVCL એ ચેકિંગદરમિયાન 111 લાખની વીજચોરીનો દંડ ફટકાર્યો
PGVCL એ ચેકિંગદરમિયાન 111 લાખની વીજચોરીનો દંડ ફટકાર્યો
પી.જી.વી.સી.એલ દ્વારા બોટાદ જિલ્લાના ગ્રામ્ય વિસ્તારોમાં કરેલી ડ્રાઇવ દરમિયાન ઘર વપરાશના 1174 વીજ જોડાણો પૈકી 221 જેટલા વીજ જોડાણોમાં ગેરરીતિ માલુમ પડતા રૂ. 58. 5 લાખનો દંડ ફટકારવામાં આવ્યો હતો.તેવી જ રીતે વાણિજ્ય તેમજ ઔધોગિક હેતુના 76 વીજ જોડાણો પૈકી 6 જેટલા વીજ જોડાણોમાં ગેરરીતિ માલુમ પડતા કુલ રૂ.52.6 લાખનો દંડ ફટકારવામાં આવ્યો હતો.આમ 1253 વીજ કનેક્શનો પૈકી 228 જેટલા વીજગ્રાહકોને વીજચોરી કરતા ઝડપી અંદાજે રૂ.111 લાખની વીજચોરીનો દંડ ફટકારવામાં આવ્યો હતો.
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.