માલવિયા કોલેજ પાસે વિદ્યાર્થીઓની ધોલાઇ
શહેરના ગોંડલ રોડ પર આવેલી પી.ડી. માલવિયા કોલેજના ગેટ પાસે બે વિદ્યાર્થી પર એક શખ્સ દ્વારા જાહેરમાં હુમલો કરવામાં આવ્યો હતો. બેફામ બનેલા શખ્સે બંને વિદ્યાર્થીને ફડાકાવાળી કરી હતી. ઘટનાને પગલે લોકો એકઠા થઇ ગયા હતા અને હુમલાખોરને દૂર ખસેડ્યો હતો. આ ઘટના અંગે કોઇ જાગૃત નાગરિકે વીડિયો ઉતારી લીધો હતો અને તે વીડિયો ફરતો થતા પોલીસે તપાસ શરૂ કરી હતી.
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.