બોગસ સરકારી ઓફિસ કૌભાંડની તપાસ માટે SIT ની રચના - At This Time

બોગસ સરકારી ઓફિસ કૌભાંડની તપાસ માટે SIT ની રચના


જિલ્લા પોલીસ વડાએ કહ્યું કે નકલી કાર્યપાલક અધિકારી સંદીપ રાજપૂતનો ડ્રાઇવર બનીને અબુ બકર સૈયદ આવતો હતો. બંને વચ્ચે થયેલી વોટ્સએપ ચેકિંગના આધારે અબુ બકરની ધરપકડ કરાઇ છે. પોલીસે બોડેલી ખાતે ઉભી કરાયેલી નકલી સરકારી કચેરીમાં સર્ચ કર્યું હતું. બોડેલીના ચોકડી પાસે આવેલ ૨૧૧ નંબરના ફ્લેટમાં સમગ્ર કારસ્તાન ચલાવવામાં આવતું હતું. ભાડે રાખેલ ફ્લેટનો ભાડા કરાર સંદીપ રાજપૂતના નામે હતો. જેનું ભાડું ઓનલાઇન કે ચેક દ્રારા અબુબકર આપતો હતો.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.