આરટીઓમાંથી 1 નંબર લેવાના રૂપિયાની ઉઘરાણીમાં વિક્રમ સોહલા આણી ટોળકીનો યુવક પર હુમલો
આરટીઓમાંથી 1 નંબર લેવાના રૂપિયાની ઉઘરાણીમાં વિક્રમ સોહલા આણી ટોળકીએ વિપ્ર યુવાનને રૈયા ચોકડી પાસે બોલાવી છરી વડે હુમલો કરતાં યુવાનને સારવારમાં ખસેડાયો હતો. બનાવ અંગે યુનિવર્સિટી પોલીસ મથકે ફરીયાદ નોંધાઈ હતી. બનાવ અંગે કાલાવડ રોડ પર ઇસ્કોન મંદિર પાસે રહેતાં કિશનભાઈ હરેશભાઈ જોષી (ઉ.વ.29) એ નોંધાવેલ ફરિયાદમાં આરોપી તરીકે આશિષ મિર, વિક્રમ સોહલા અને એક અજાણ્યાં શખ્સનું નામ આપતાં યુનિવર્સિટી પોલીસે આરોપી વિરૂદ્ધ આઇપીસીની કલમ 324,323,294(ખ) હેઠળ ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી. વધુમાં ફરિયાદીએ જણાવ્યું હતું કે, તેઓ જલજીત હોલ ભકિતનગર સર્કલ પાસે આવેલ હરિદર્શન કેર્ડીડ કો.ઓપરેટીવમાં નોકરી કરે છે.
બે વર્ષ પહેલા આર.ટી.ઓ.ના કામ સબબ તેમને આશીષ મીર સાથે ઓળાખણ તથા મીત્રતા થયેલ હતી. ત્યારબાદ છ મહીના પહેલા તેઓ આશીષ મીર સાથે એસ્ટ્રોન ચોકમાં હતા ત્યારે આશીષના કોઈ ઓળખીતાને આર.ટી.ઓ.માથી એક નંબર લેવાનો હોય જેના સાડા ચાર લાખ રૂપીયા ભરવાના હોય જે આશીષે મને હાલ ભરી દેવાનુ કહેતા તેઓએ તેના ક્રેડીટકાર્ડમાંથી રૂ.4.50 લાખ રૂપીયા ભરી દીધેલા હતાં. જેમાંથી પૈકીના રૂપિયામાંથી 1.10 લાખ આશીષભાઈ પાસેથી લેવાના હોય જે બાબતે તેમને અવારનવાર કહેતા બહાના બતાવતા હોય તેમજ થોડા દિવસ પહેલા આશીષ તથા ઓળખીતા વિકમ સોહલા બંન્ને મળેલા ત્યારે મારી સાથેના અજયભાઈએ પૈસાની જવાબદારી લીધેલ અને છેલ્લા બે દિવસથી આશીશ ફોન ઉપાડતો ન હતો.
ગઈકાલે સાંજના ફરિયાદી જંકશન પ્લોટ મારા મામાની ઘરે હતો ત્યારે આશીશનો ફોન આવેલ અને વાત કરતા તેના ફોનમાં કોન્ફરન્સમાં વિક્રમ સોહલા તથા મિત્ર અજય બોરીચા હતા અને અમે વાત કરતા હતા ત્યારે વિક્રમ સોહલાએ મને ગાળો આપી આશીષના પૈસા તને નથી આપવા તારાથી થાઈ તે કરી લે ધમકી આપતાં મે ફોન કાપી નાખેલ ત્યારબાદ હુ ત્યાથી નીકળી આશીશને ફોન કરી કહેલ કે, આ વિક્રમ કેમ ગાળો આપી ધમકી આપે છે કહેતા આશીષે રૂબરૂ મળીને વાત કરીએ તેમ કહેતા, હું મારા મીત્ર અજય બોરીચા એસ્ટ્રોન ચોકમાં મળેલા અને ત્યારે અજયના ફોનમાં વિક્રમ સોહલાનો ફોન આવેલ અને રૈયારોડ પર આવેલ ખોડીયાર હોટલે બોલાવતા હુ તથા અજય ખોડીયાર હોટલે મારા એકસેસ બાઇકમાં જતા હતા
તે દરમ્યાન રૈયા ચોકડી પાસે મારો મિત્ર હાર્દીકભાઈ ગોસાઈ મળી જતા ત્રણેય ખોડીયાર હોટેલ ગયેલહતાં. ત્યા આશીષ મીર, વિક્રમ્ભાઈ સોહલા તથા તેની સાથે એક અજાણ્યો શખ્સ હાજર હતા તેઓ સાથે બોલાચાલી ગાળાગાળી થયેલ અને વિક્રમ તથા અજાણ્યો શખ્સ ગાળો આપી પૈસા નથી આપવા કહી વિક્રમે મને પકડી રાખેલ અને આશીષ મીર ઢીકાપાટૂ તથા ફડાકા મારવા લાગેલ અને તેની સાથેના શખ્સે છરીનો ઘા મારવાનો પ્રયાસ કરેલ હતો. તેમજ પાછળથી અજાણ્યાં શખ્સે મને માથાના ભાગે છરી ઝીંકી દેતા લોહી નીકળવા લાગેલ હતું. બનાવ સ્થળે લોકો એકઠાં થઈ જતાં તેઓ નાસી છૂટ્યા હતાં. બાદમાં ઇજાગ્રસ્તને સારવારમાં સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. બનાવ અંગેની ફરિયાદ પરથી યુનિવર્સિટી પોલીસે ગુનો નોંધી હુમલો કરનાર શખ્સોની શોધખોળ હાથ ધરી હતી.
9879405838
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.